Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વિન્ટર ઓલમ્પિકની 10 કિલોમીટર હિલ સ્કેટિંગમાં જર્મને કર્યું ક્લીન સ્વીપ

નવી દિલ્હી: જર્મનીના ત્રણ સ્પર્ધકોએ ૧૦ કિલોમીટરની મેન્સ હિલ સ્કીઈંગમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. બરફઆચ્છાદિત પર્વત પરથી સ્કી જમ્પ અને ક્રોસ કન્ટ્રી સ્કીઇંગની સ્પર્ધામાં જર્મનીના જોહાન્નેસ રાયડ્ઝેકે ૨૩ મિનિટ અને ૫૨.૫ સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે તેનો જર્મન સાથી તેના કરતાં માત્ર ૦.૪ સેકન્ડ પાછળ રહેતા તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. જર્મનીના જ એરિક ફ્રાન્ઝેલે ૨૩ મિનિટ અને ૫૩.૩ સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દિલધડક ફિનિશમાં જર્મનીના ત્રણેય સ્પર્ધકોએ અન્ય હરિફોને પાછળ રાખી દીધા હતા. આ સાથે નોર્ડિંક કમ્બાઈન્ડ તરીકેની ઓળખ ધરાવતી આ રમતમાં ૧૯૩૬માં પહેલી વખત કોઈ એક દેશના ત્રણ ખેલાડીઓએ ટોચનું સ્થાન મેળવ્યું હતુ. દરમિયાનમાં કેનેડાની ટેસા વિર્ટુઈ અને સ્કોટ મોઈરે આઇસ ડાન્સમાં સતત બીજી વખત ચેમ્પિયનશીપ જીતી હતી.  આ જોડીએ ૨૦૧૦ની વાનકુંવર ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે સોચીમાં તેઓ સિલ્વર મેળવી શક્યા હતા. ડ્રેસ ખસી જતાં વિવાદમાં સપડાયેલી ફ્રાન્સની ગેબ્રિયેલા પેપાડોકીસ અને ગુલીર્મો સિઝેરોનની જોડીને સિલ્વર અને અમેરિકાના માઈયા અને એલેક્સને બ્રોન્ઝ મળ્યો હતો.

(5:24 pm IST)