Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

અઝલાન શાહ કપ માટે ભારતીય પુરુષ હોકી ટીમની જાહેરાત

નવી દિલ્હી:ભારતીય મેન્સ હોકી ટીમના કેપ્ટન તરીકે સરદાર સિંઘે પુનરાગમન કર્યું છે. બે વર્ષ પહેલા એક વિદેશી હોકી ખેલાડીએ સરદાર સિંઘ પર જાતીય સતામણીનો આરોપ મૂક્યો હતો, જેના થોડા સમય બાદ સરદાર સિંઘને કેપ્ટન્સી ગુમાવવી પડી હતી. જોકે ભારતીય પસંદગીકારોએ તેને સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી સોંપી દીધી છે. છે દેશોની મેન્સ હોકી ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ૩ માર્ચથી મલેશિયાના ઈપોહમાં થશે. જ્યારે ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તારીખ ૧૦ માર્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત વર્લ્ડ નંબર વન ઓસ્ટ્રેલિયા, રેન્કિંગમાં બીજું સ્થાન ધરાવતી આર્જેન્ટીનાના ટીમ ભાગ લઈ રહી છે. આ ઉપરાંત ઈંગ્લેન્ડ અને મલેશિયા પણ સ્પર્ધામાં ઉતરવાના છે. સરદાર સિંઘના ડેપ્યુટી તરીકે રમનદીપ સિંઘને જવાબદારી સોંપવામાં આવી છે. ગોલકિપર પી.આર. શ્રીજેશને તેમજ ભૂતપૂર્વ કેપ્ટન મનદીપ સિંઘને ટીમમાં તક મળી નથી. ગોલકિપર તરીકેની જવાબદારી માટે સુરજ કારકેરા અને ક્રિશાન પાઠકની પસંદગી થઈ છે. ભારતના ૪૩ વર્ષીય ડચ કોચ સ્જોઈર્ડ મારીજ્નેએ કહ્યું છે કે, ભારતીય હોકી ટીમમાં ત્રણ નવા ચહેરાને સમાવવામાં આવ્યા છે, જેમાં મનદીપ મોર, સુમિત કુમાર અને શિલનંદ લાકરાનો સમાવેશ થાય છે. ભારતીય હોકી ટીમ ગોલકિપર્સ : સુરજ કારકેજા, ક્રિશાન પાઠક, ડિફેન્ડર્સ : અમીત રોહિદાસ, દિપ્સાન તિરકે, વરૃણ કુમાર, સુરેન્દ્ર કુમાર, નિલમ સંદીપ, મનદીપ મોર,  મીડફિલ્ડર્સ : એસ.ેકે.ઉથપ્પા, સરદાર સિંઘ (કેપ્ટન), સુમીત, નિલકંઠ શર્મા, સીમરનજીત સિંઘ, ફોરવર્ડ : ગુરજંત સિંઘ, રમનદીપ સિંઘ (વાઈસ કેપ્ટન), તલવિન્દર સિંઘ, સુમિત કુમાર જુનિયર, શિલનંદ લાકરા.

(5:22 pm IST)