Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

કુલદીપ - ચહલ અને હરમનપ્રીતને ક્રિકઈન્ફોના એવોર્ડ

નવી દિલ્હી : વર્લ્ડકપમાં હરમનપ્રીત કૌરના ભવ્ય દેખાવે તેને મહિલા ક્રિકેટનો વર્ષના શ્રેષ્ઠ બેટીંગ પ્રદર્શનનો એવોર્ડ જીતી આપ્યો હતો, જયારે રાષ્ટ્રની પુરૂષોની ટીમના રીસ્ટ સ્પિનરો કુલદીપ યાદવ તથા યુઝવેન્દ્ર ચહલને તેઓની સારી કામગીરી બદલ ઈ.એસ.પી. એન. ક્રિકઈન્ફો એવોર્ડ ભેટ કરાયા હતા. કુલ ૧૨ એવોર્ડ માટે ત્રણ ભારતીય ખેલાડીઓની પસંદગી થઈ હતી, જે અન્ય કોઈપણ રાષ્ટ્ર કરતા વધુ હતી. હરમનપ્રીતે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પોતાની કારકિર્દીના શ્રેષ્ઠ દેખાવમાં ૧૭૧ રન કર્યા હતા.

(1:04 pm IST)