Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઉદ્દઘાટન સમારોહમાં સાડી નહીં પહેરે મહિલા એથ્લીટ્સ

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સની ઓપનીંગ સેરેમનીમાં વિમેન્સ પ્લેયર બ્લેઝરને ટ્રાઉઝર્સમાં દેખાશે

વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓના ઉદ્દઘાટન અને સમાપન સમારોહમાં ભારતીય મહિલા એથ્લીટ્સ પરંપરાગત સાડી પહેરતી હતી, પરંતુ આ વખતે ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજીત કોમનવેલ્થ ગેમ્સના ઉદ્દઘાટન સમારોહમાં મહિલા એથ્લીટ્સ સાડીને બદલે બ્લેઝર અને ટ્રાઉઝર્સ પહેરશે. ઈન્ડિયન ઓલિલિમ્પકસ એસોસીએશનને અન્ય તમામ ખેલાડીઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ એવો નિર્ણય લીધો હતો કે ભારતીય મહિલા એથ્લીટ્સ હવે કોઈપણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટના ઉદ્દઘાટન કે સમાપન સમારોહમાં સાડી નહીં પહેરે.

ઈન્ડિયન ઓલિમ્પિકસ એસોસીએશનના એથ્લીટ્સ કમિશનના અધ્યક્ષ માનવ શ્રોફે આ પગલાનું સ્વાગત કરતા કહ્યુ હતું કે મહિલા એથ્લીટ્સ માટે આ ડ્રેસ વધુ સગવડભર્યો અને યોગ્ય છે. સાડીને બદલે મહિલા એથ્લીટ પુરૂષ ખેલાડીની જેમ બ્લુ બ્લેઝર અને ટ્રાઉઝર્સ પહેરશે. અત્યાર સુધી ભારતીય મહિલા એથ્લીટ્સ સાડીની ઉપર બ્લેઝર પહેરતી હતી, જે વિચિત્ર પ્રકારનું ઈન્ડોવેસ્ટર્ન મિશ્રણ હતું. ૨૦૧૬ રીયો ઓલિમ્પિકસમાં બેડમિન્ટન ખેલાડી જવાલા ગુટ્ટા બ્લેઝર હાથમાં પકડીને ચાલી હતી. આવુ જ કંઈક ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકસમાં સાનીયા મિર્ઝાએ કર્યુ હતું.(૩૭.૬)

(1:03 pm IST)