Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ટીમ ઇન્ડિયાના રહાણે, રોહિત, રવિ, શાર્દૂલ અને પૃથ્વી અને કોચ રવિ શાસ્ત્રી સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇન

પાંચેયનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો

મુંબઈ:ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી વિજય પછી પરત ભરેલી ભારતીય ક્રિકેટ ટીમમાં મુંબઈ ઉતરેલા કેપ્ટન રહાણે, રોહિત શર્મા, શાર્દૂલ ઠાકુર અને પૃથ્વી શો તથા કોચ રવિ શાસ્ત્રીને સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇનની સલાહ આપવામાં આવી છે.

મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યા પછી આ પાંચેયનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેઓને આગામી સાત દિવસ ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપવામાં આવી છે, એમ બૃહદમુંબઈના મ્યુનિસિપલ કમિશ્નર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું.

મુંબઈમાં આવ્યા પછી ખેલાડીઓનું મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રહાણેએ ટીમના વિજયની ઉજવણીના ભાગરૃપે ત્યાં કેક કાપી હતી

(11:18 pm IST)