Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

2021માં યોજાનાર આઇપીએલમાં ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનો છેલ્લો દિવસઃ રાજસ્‍થાન રોયલ્‍સે કેપ્‍ટન સ્‍ટીવ સ્‍મિથને રિલીઝ કરી દીધો

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગમા આજે ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનો છેલ્લો દિવસ છે. અનેક ટીમોએ પોતાના રિટેન ખેલાડીઓ નક્કી કરી લીધા છે. તો ઘણા ખેલાડીઓને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. ફેબ્રુઆરીમાં આઈપીએલની આગામી સીઝન માટે હરાજી યોજાવાની છે. આ વર્ષે પણ કોરોનાને લીધે મિની ઓક્શન થશે. સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે કે રાજસ્થાન રોયલ્સે પોતાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. તો સુરેશ રૈના ચેન્નઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો હશે. રિલીઝ અને રિટેન કર્યા બાદ જાણો કઈ ટીમમાં કેટલા ખેલાડી છે.

1. ચેન્નઈ સુપર કિંગ્સ

રિટેઇનઃ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડુ પ્લેસિસ, સેમ કરન, ડ્વેન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી એન્ગિડી, અંબાતી રાયડૂ, કર્ણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, રુતુરાજ ગાયકવાડ, એન જગાદીશન, ઇમરાન તાહીર, દીપક ચાહર, કેએમ આસિફ, આર સાંઈ કિશોર

રિલીઝઃ પીયુષ ચાવલા, કેદાર જાધવ, મુરલી વિજય, હરભજન સિંહ, મોનુ કુમાર સિંહ, શેન વોટસન (નિવૃત)

2. દિલ્હી કેપિટલ્સ

રિટેઇન ખેલાડીઃ શિખર ધવન, કગિસો રબાડા, પૃથ્વી શો, અંજ્કિય રહાણે, રિષભ પંત, શ્રેયસ અય્યર, એનરિક નોર્ત્જે, માર્કસ સ્ટોયનિસ, શિમરોન હેટમાયર, અમિત મિશ્રા, ઈશાંત શર્મા, આર અશ્વિન, લલીત યાદવ, હર્ષલ પટેલ, ક્રિસ વોક્સ, ડેનિયલ સેમ્સ, આવેશ ખાન, પ્રવિણ દુબે.

રિલીઝઃ મોહિત શર્મા, કીમો પોલ, સંદીપ લામિછાને, એલેક્સ કેરી, જેસન રોય, તુષાર દેશપાંડે.

3. મુંબઈ ઈન્ડિયન્સ

રિટેઇનઃ રોહિત શર્મા, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેન્ટ બોલ્ટ, ક્વિન્ટન ડો કોક, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રાહુલ ચાહર, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, ક્રિસ લીન, ધવલ કુલકર્ણી, મોસિન ખાન, આદિત્ય તારે, અનુકૂલ રોય, સૌરભ તિવારી, જયંત યાદવ, અલમોનપ્રીત સિંહ.

રિલીઝઃ લસિથ મલિંગા, નાથન કુલ્ટર નાઇટ, જેમ્સ પેટિન્સન, શેફરન રધરફોર્ડ, મિશેલ મેક્લેનઘન, પ્રિન્સ બલવંત રાય, દિગ્વિજય દેશમુખ.

4. કોલકત્તા નાઇટ રાઇડર્સ (KKR)

રિટેઇનઃ ઇયોન મોર્ગન, આંદ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, સંદીપ વોરિયર, રિંકુ સિંહ, શિવમ માવી, શુભમન ગિલ, સુનીલ નરેન, રાહુલ ત્રિપાઠી, પેટ કમિન્સ, વરૂણ ચક્રવર્તી, અલી ખાન, ટિમ સેઇફર્ટ

રિલીઝઃ ટોમ બેનટન, ક્રિસ ગ્રીન, નિખીલ નાયક, એમ સિદ્ધાર્થ, હેરી ગર્ની.

5. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)

રિટેઇન કરાયેલા ખેલાડી

વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુજવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ ઝમ્પા, શાહબાઝ અહેમદ, જોશ ફિલિપે, કેન રિચર્ડસન, પવન દેશપાંડે

રિલીઝ કરાયેલા ખેલાડી

મોઇન અલી, શિવમ દુબે, ગુરકીરત સિંહ માન, આરોન ફિન્ચ, ક્રિસ મોરિસ, પવન નેગી, પાર્થિવ પટેલ (નિવૃત), ડેલ સ્ટેન (ગેરહાજર), ઉસુરુ ઉડાના, ઉમેશ યાદવ

6. રાજસ્થાન રોયલ્સ

રિટેઇન ખેલાડીઓઃ સંજૂ સેમસન, બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર, જોસ બટલર, રાહુલ તેવતિયા, જયદેવ ઉનડકટ, યશસ્વી જાયસ્વાલ, રોહિન ઉથપ્પા, મયંક માર્કેંડેય, કાર્તિક ત્યાગી, એન્ડ્રૂ ટાયે, અનુજ રાવત, ડેવિડ મિલર, રિયાન પરા, મહિપાલ લોમરોર, શ્રેયસ ગોપાલ, મનન વોહરા.

રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ સ્ટીવ સ્મિથ, અંકિત રાજપૂત, ઓશાને થોમસ, આકાશ સિંહ, વરૂણ આરોન, ટોમ કરન, અનિરુદ્ધ જોશી, શશંકા સિંહ.

7. કિંગ્સ ઇલેવન પંજાબ

રિટેઇન થયેલા ખેલાડીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, મોહમ્મદ શમી, ક્રિસ જોર્ડન, મનદીપ સિંહ, મયંક અગ્રવાલ, રવિ બિશ્નોઈ, પ્રભસીમરન સિંહ, દીપક હુડ્ડા, સરફરાઝ ખાન, અર્શદીપ સિંહ, મુરુગન અશ્વિન, દર્શન નલકંડે, ઇશાન પોરેલ અને હરપ્રીત બરાર.

રિલીઝ કરેલા ખેલાડીઃ ગ્લેન મેક્સવેલ, શેલ્ડન કોટ્રેલ, કે ગૌતમ, મુઝીબ ઉર રહમાન, કરૂણ નાયર અને જેમ્સ નીશમ.

8. સનરાઇઝર્સ હૈદરાબાદ

રિટેઇન ખેલાડીઓઃ ડેવિડ વોર્નર, જોની બેયરસ્ટો, કેન વિલિયમસન, અભિષેક શર્મા, બાસિલ થંપી, વિજય શંકર, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, મોહમ્મદ નબી, રાશિદ ખાન, સંદીપ શર્મા, શાહબાઝ નદીમ, શ્રીવત્સ ગોસ્વામી, સિદ્ધાર્થ કુલ, ખલીલ અહમદ, ટી નટરાજન, રિદ્ધિમાન સાહા, અબ્દુલ સમદ, મિશેલ માર્શ, પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ.

રિલીઝ કરાયેલા ખેલાડીઓઃ બિલી સ્ટેનલેક, ફેબિયન એલેન, સંજય યાદવ, સંદીપ અને યારા પૃથ્વી રાજ.

(5:24 pm IST)
  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયું : બિહારમાં આજે મુઝફ્ફરંગર સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. access_time 12:51 pm IST

  • દિલ્હીની ટ્રેક્ટર રેલી અંગે પોલિસ અને ખેડૂતો વચ્ચે મંત્રણા : પ્રજાસત્તાક દિવસે ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢવાના છે તે સંદર્ભે દિલ્હીના ટોચના પોલીસ અધિકારીઓ અને ખેડૂત નેતાઓ વચ્ચે બેઠક ચાલુ થઈ છે. દિલ્હીના જોઇન્ટ પોલીસ કમિશનર એસ યાદવ સિંધુ બોર્ડર પાસે એક રિસોર્ટમાં પહોંચી ગયા છે. access_time 12:47 pm IST