Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

બીસીસીઆઇ દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છતાં કાનપુરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ સુકવવા માટે કોલસાની ઇસ્‍ત્રીનો સહારો લેવો પડ્યો

કાનપુર: બીસીસીઆઇ દુનિયાની સૌથી અમીર ક્રિકેટ બોર્ડ છે. તેની પાસે સંશાધનોની કોઇ કમી નથી. પરંતુ તેમછતાં તેને ચાર દિવસમાં બીજીવાર ક્ષોભમાં મુકાવવું પડે છે. આ વખતે બીસીસીઆઇને કૂચબિહાર ટ્રોફી ના એક મુકાબલ પહેલાં એક ફોટાના લીધે શરમમાં મુકાવવું પડે છે. આ તસવીરોમાં ગ્રાઉન્ડસમેન કપડાં પ્રેસ કરનાર કોલસાની ઇસ્ત્રી વડે લીલી પિચને સુકવતાં જોઇ શકાય છે.

આ ફોટો કાનપુરના કમલા ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડનો છે. આ તે જ મેદાન છે, જેને સંપૂર્ણપણે ફિટ ગણાવીને ગ્રીનપાર્ક સાથે મેચ શિફ્ટ કરવામાં આવી હતી. આ મેદાન પર ઉત્તર પ્રદેશ અને દિલ્હીના કૂચ બિહાર ટ્રોફીની મેચ ચાલી રહી છે. શનિવારે મેચ પહેલાં સવારે જ ગ્રાઉન્ડ્સમેન પિચને ઇસ્ત્રી વડે સુકવતા રહ્યા. મેદાનના કેટલાક કર્મચારી રેતી વડે ઢાંકડા રહ્યા. 

બીસીસીઆઇ પાસે દર વર્ષે 25 થી 30 કરોડ સંસાધનો માટે મળ્યા હોવાછતાં યૂપીસીએના આ ગ્રાઉન્ડમાં વરસાદના લીધે લીલા મેદાનને સુકવવા માટે કાનપુરના ઇતિહાસમાં પહેલીવાર ઇસ્ત્રી વડે પિચ સુકવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તેનો પ્રયોગ ક્રિકેટના શરૂઆતી દિવસોમાં થતો હતો અજ્યારે વધુ સંસાધનો ન હતા. હવે તો બીસીસીઆઇએ યૂપીસીએને સુપર સોપર, ડ્રાયર, એર બ્લોઅર, કટ ગ્રાસ, સવા ડસ્ટ જેવી વસ્તુઓ આપી છે. તેમછતાં આ નજારો હેરાન કરી દેનાર છે.

 આ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને રાજકોટ વનડે મેચ સાથે જોડાયેલા વીડિયોના કારણે ટ્રોલ થવું પડ્યું હતું. આ વીડિયોમાં કેટલીક મહિલાઓ મેચ પહેલાં બ્રશ વડે પિચ સાફ કરતી જોવા મળી હતી. આ વીડિયો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Cricket Australia)એ ટ્વિટ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ પ્રશંસકોએ બીસીસીઆઇ અને બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને નિશાન બનાવ્યા હતા.

(4:53 pm IST)