Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાહુલ વિકેટકીપર તરીકે રમે તો ટીમ બેલેન્સ રહે છે, એનો વધુ ઉપયોગ કરીશું: કોહલી

લોકેશ પ્રોયર, બેટસમેન છે, કોઈપણ સ્થાને રમવા તૈયાર

બેન્ગલોરઃ વિરાટ કોહલી હવે રિષભ પંતની જગ્યાએ કે.એલ.રાહુલનો વિકેટકીપર તરીકે વધુ ઉપયોગ કરવા માગે છે. ઈન્ડિયા- ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી બે વન-ડેમાં વિકેટકીપર રિષભ પંતના સ્થાને લોકેશ રાહુલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી હતી. તેને રમાડવાથી ટીમમાં બેલેન્સ જળવાતાં તેને જ કન્ટિન્યુ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

રાહુલના વિશે વાત કરતાં કોહલીએ કહ્યું હતું કે 'રાહુલને વિકેટકીપરને કારણે અમને ચોકકસ ટીમમાં એક વધુ બેટ્સમેનને પસંદ કરવાનો લાભ મળ્યો છે. તમે ૨૦૦૩ના વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડનું ઉદાહરણ લઈ શકે છો. તેમણે જયારે સ્ટમ્પ્સની પાછળ રહી વિકેટકીપિંગની જવાબદારી નિભાવી હતી ત્યારે ટીમમાં ઘણું બેલેન્સ હતું. લોકેશ કોઈપણ નંબર પર રમવા તૈયાર છે કેમ કે તે એક પ્રોપર બેટ્સમેન છે. રાજકોટમાં જે પ્રમાણે તેણે પ્રદર્શન કર્યું એ બધાએ જોયું છે અને તેણે પાછલા છ મહિનામાં જે મહેનત કરી છે એનું જ એ પરિણામ છે.'

(3:28 pm IST)