Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

દ્રવિડની ટીમ સાથે ટ્રેઈનિંગ કરશે હાર્દિક પંડયાઃ ન્યુઝીલેન્ડ સામેની સિરીઝમાં ભાગ લઈ નહિ શકે

નવીદિલ્હીઃ ઈન્ડિયન ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડયા આજથી નેશનલ ક્રિકેટ એકેડેમી (એનસીએ)ના વડા રાહુલ દ્રવિડની ટીમ સાથે પોતાની બાકી રહેલી ટ્રેઈનિંગ શરૂ કરશે.

ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વન-ડે વખતે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા સાથે પ્રેકિટસ કરી રહેલા હાર્દિક પંડયાને પોતાની ટ્રેઈનિંગ પૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ રિહેબ ટ્રેઈનિંગ અંદાજે ૧૫- ૨૦ દિવસની રહેશે જેના બાદ તે ટીમ ઈન્ડિયા સાથે રમી શકશે. ટ્રેઈનિંગને લીધે પંડ્યા ન્યુ ઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં ભાગ નહીં લઈ શકે. જોકે માર્ચમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં તેની સામેલ થવાની સંભાવના છે.

(3:28 pm IST)