Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કેપ્ટન તરીકે ધોનીનું નામ જાહેર થયું ત્યારે યુવરાજનું સપનું ચકનાચુર થયુ હતું

નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહ  છ બોલ માં છ છગ્ગા લગાવવાને લઇને આજે પણ દુનિયાભરમાં યાદ કરાય છે. જોકે યુવરાજનુ હવે દર્દ છલકાયુ છે, કે તેને ભારતીય ક્રિકેટ ટીમમાં સપનાનુ સ્થાનના મળી શક્યુ. યુવરાજ ને ૨૦૦૭ માં રમાયેલા T20 વિશ્વકપ દરમ્યાન ભારતીય ટીમના કેપ્ટન બનવાની આશા હતી. પરંતુ તેનુ આ સપનુ ત્યારે ચુર ચુર થઇ ગયુ, જ્યારે તેના બદલે એમએસ ધોનીને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટસ મુજબ એક યુવરાજ સિંહે એક વાતચીતમાં તેણે ખુલીને કેટલીક વાતોને કરી હતી. તેણે કહ્યુ, તો ભારતે ૫૦ ઓવર વિશ્વકપને ગુમાવી દીધો હતો. તે સમયે ભારતીય ક્રિકેટમાં ખૂબ ઉથલ પાથલ મચી હતી. બરાબર તેના બે મહિના બાદ જ ઇંગ્લેંડ પ્રવાસ હતો, સાથે જ સાઉથ આફ્રિકા અને આયરલેન્ડની એક મહિનાની ટૂર હતી. જ્યારે એક મહિનો વ્૨૦ વિશ્વકપ હતો. આમ કુલ મળીને ચાર મહીના માટે ઘર થી દૂર રહીને ક્રિકેટ રમવાની હતી.

 તો સિનીયર ખેલાડીઓએ બ્રેક લેવાનુ વિચાર્યુ હતુ. સ્વાભાવિક રીતે તે સમયે T20 વિશ્વકપને કોઇએ આટલા ગંભીરતા પૂર્વક કોઇએ નહોતો લીધો. હું આશા કરી રહ્યો હતો કે, વ્૨૦ વિશ્વકપમાં મને ભારતનો કેપ્ટન બનાવવામાં આવશે. ત્યાર બાદ એલાન કરવામાં આવ્યુ કે, મહેન્દ્રસિંહ ધોની ટીમના કેપ્ટન હશે.

ધોની સાથેના સંબંધોને લઇને યુવરાજે કહ્યુ કે, પૂર્વ કેપ્ટન સાથે તેને કોઇ જ મતભેદ નહોતો. તેણે કહ્યુ કે, હા સ્વાભાવિક રીતે જે પણ કેપ્ટન બને તેને સપોર્ટ કરવો પડશે.  તે રાહુલ હોય, સૌરવ ગાંગુલી હોય કે ભવિષ્યમાં કોઇ અન્ય. દિવસના અંતમાં આપ એક ટીમ મેન બનવા ઇચ્છો છો અને હું એવો જ હતો.

(11:39 am IST)