Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોનાનો કહેર વધતા ઓલિમ્પિકસમાં ભાગ નહિં લ્યે નોર્થ કોરિયા

કોરોનાને લીધે મોકૂફ રહેલી ટોકયો ઓલિમ્પિકસ આ વર્ષે જુલાઇ મહિનામાં શરૂ થવાની છે, પણ કોરોનાના ફરી પાછા વધી રહેલા કેસને પગલે નોર્થ કોરિયા આ વર્ષે ઓલિમ્પિકસમાં ભાગ નહીં લે. એક રિપોર્ટમાં નોર્થ કોરિયાના ખેલ અધિકારીએ આપેલી જાણકારી મુજબ ખેલાડીઓને કોરોનાથી બચાવવા માટે નોર્થ કોરિયાના ખેલાડીઓ ઓલિમ્પિકસમાં ભાગ નહીં લે. ૧૯૮૪માં લોસ એન્જલસ અને ૧૯૮૮ માં સોલમાં રમાયેલી ઓલિમ્પિકસનો નોર્થ કોરિયાએ બોયકોટ કર્યો હતો.

(3:24 pm IST)