Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોનામાં 4 મહિનાના વિરામ બાદ ઇંગ્લેન્ડ-વિન્ડીઝ વચ્ચે ક્રિકેટ શરુ : 143 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર દર્શકો વિના રમાશે મેચ

બંધ બારણે રમાનારી આ સીરિઝમાં એમ્પાયર હશે, ખેલાડી હશે, રેફરી હશે પણ ખેલાડીઓના જોશ વધારવા માટે દર્શક નહીં હોય.

નવી દિલ્હી: . ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી શરૂ થયેલી ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે. લગભગ 4 મહિના બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ શરૂ થશે. આ મેચ ખાલી સ્ટેડિયમમાં દર્શકો વિના જ રમાશે. ટેસ્ટ ક્રિકેટના 143 વર્ષના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બનશે.

ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ જ્યારે મેદાનમાં પહોંચશે, તો તેમનું સ્વાગત કરવા માટે સ્ટેન્ડમાં દર્શક હાજર નહીં હોય. ખેલાડી પણ મેદાન પર દર્શકોના જોશ, પોસ્ટર્સ અને સ્લોગનને મિસ કરશે. ક્રિકેટની રમતમાં રોમાંચ જાળવવા માટે આ બધાનું ખૂબ જ મહત્વ છે. બંધ બારણે રમાનારી આ સીરિઝમાં એમ્પાયર હશે, ખેલાડી હશે, રેફરી હશે પણ પોતાની પસંદગીના ખેલાડીઓના જોશ વધારવા માટે દર્શક નહીં હોય.

  ICCએ કોરોનાકાળમાં ક્રિકેટ માટે નવા નિયમ બનાવ્યા છે જેમાં ખેલાડીઓ બોલ ચમકાવવા લાળનો ઉપયોગ કરી નહીં શકે. ઉલ્લંઘન કરનારાને  એમ્પાયર બે વખત ચેતવણી આપશે. ત્રીજી વખત ટીમ પર 5 રનની પેનલ્ટી થશે.

  ટ્રાવેલિંગના નિયમ ખૂબ જ સખ્ત છે. તેથી ટેસ્ટ સીરીઝમાં ન્યટ્રલ એમ્પાયર નહીં હોય. સ્થાનિક એમ્પાયર જ એમ્પાયરિંગ કરશે.એમ્પાયરોમાં અનુભવની અછતને જોતા બંને ટીમને બંને ઇનિંગમાં વધારાનો એક ડીઆરએસ આપવામાં આવશે.

 ટોસ દરમિયાન ફક્ત 3 વ્યક્તિ હાજર રહેશે. રેફરી સિવાય બંને ટીમના કેપ્ટન ટોસ માટે મેદાનમાં ઉતરશે. ટેસ્ટ સીરીઝ દરમિયાન ખેલાડી જીત અને વિકેટ પાડવા પર ઉજવણી નહીં કરી શકે.

  ટેસ્ટ સીરીઝમાં કોરોના સબ્સટીટ્યૂડની વ્યવસ્થા છે. મેચમાં જો કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ મળે છે, તો ટીમ કોરોના પોઝિટિવ ખેલાડીને સબ્સટીટ્યૂડ ખેલાડી સાથે બદલી શકે છે.

(2:08 pm IST)