Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કોરોના વાયરસની ઈમ્પેકટ બાદ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ શેડયુલનો રિવ્યુ કરશે

બાકીના મેચોને રીશેડયુલ કરવા વિચારણા ચાલુ

નવી દિલ્હીઃ દુનિયાના દરેક દેશનાં ક્રિકેટ બોર્ડ ઓકટોબર- નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાઈ રહેલો ટી૨૦ વર્લ્ડ કપ રમાડવામાં આવશે કે નહીં એ વિશે રાહ જોઈને બેઠા છે. જો કે આઈસીસી માટે આ ઈવેન્ટની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ ખૂબ જ મહત્વની છે. કોરોના વાયરસને કારણે બાકીની ઈવેન્ટ કેન્સલ અથવા તો પોસ્ટપોન કરવામાં આવી છે. આ કારણસરએ ઈવેન્ટને ફરી રીશેડયુલ કરવામાં આવશે એ માટે આઈસીસી ફયુચર ટૂર્સ પ્રોગ્રામ પર નજર કરી રહી છે.

અત્યારે તો કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. જો કે અત્યાર સુધી કેટલી ઈવેન્ટ કેન્સલ થઈ અને કેટલો સમય બચ્યો છે તેમજ બધું નોર્મલ થતાં કેટલીવાર લાગશે એ તમામ માહિતીને ધ્યાનમાં રાખીને ૨૦૨૩ સુધીની તમામ ઈવેન્ટ પર નજર રાખવામાં આવશે. આ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું શું થશે એના પર પણ તેઓ વિચારી રહ્યા છે. તેઓ બાકીની મેચને ફરી રીશેડયુલ કરવા વિશે વિચારી રહ્યા છે અને એ માટે બહુ જલદી રિવ્યુ કરશે.

(3:11 pm IST)