Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

આરસીબી કરતાં ભારતીય ટીમને લીડ કરતો કોહલી વધારે અગ્રેસીવ છે : પાર્થિવ

નવી દિલ્હી : વિરાટ કોહલી વિશે વાત કરતાં પાર્થિવ પટેલે કહ્યું કે ટીમમાં તમારી પાસે કેવા - કેવા ખેલાડી છે એના પર કેપ્ટનની અગ્રેસીવનેસ આધાર રાખે છે. જયારે તે ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરે છે. ત્યારે તમને એક અલગ કેપ્ટન જોવા મળે છે.

એ વખતે તેની પાસે જશપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમી જેવા સારા બોલરો હોય છે. જે વિકેટ લઈ શકે છે. આની સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન સાવ અલગ છે. ત્યાં તે ટીમને તેની ક્ષમતા પ્રમાણે રમવાની તક આપે છે. જો એવામાં તમને વિકેટ ન મળે તો તમારે ડીફેન્સીવ ગેમ રમવી પડે છે. માટે મારૂ માનવુ છે કે આરસીબીને લીડ કરવા કરતા વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમને લીડ કરવામાં વધારે અગ્રેસીવ રમત રમે છે.

(2:52 pm IST)