Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરવા ઇચ્છતા ખેલાડીઓને હવે ટ્રેનિંગ કેમ્પમાં પરસેવો પડવો પડશે : સખત પ્રેક્ટિસના આદેશ

દોઢ -બે મહિના સખ્ત મહેનત કરવા બોલિંગ કોચે આદેશ આપ્યો

મુંબઈ : કોરોનાવાયરસ ને કારણે તમામ ક્રિકેટર્સ રોજિંદી પ્રેક્ટિસ પણ કરી શક્યા નથી. તમામ પોતાના ઘરમાં કેદ છે. આ સમયગાળા દરમિયાન આઇપીએલ ન યોજવાથી ક્રિકેટર્સને મોટું નુકસાન પણ થયું છે.

  ભારતીય ક્રિકેટ ટીમ છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી મેદાનથી દૂર રહી છે, હવે ફરીથી મેદાન પર વાપસી કરવા માટે બોલિંગ કોચ એ વિરાટ કોહલીની ટીમને આદેશ આપી દીધો છે કે 6 થી 8 અઠવાડિયા સુધી સખત મહેનત કરવી પડશે.

  ટૂંકમાં જે ખેલાડીઓને મેદાન પર પરત ફર્યું હશે તેમણે પહેલાં ટ્રેનિંગ કેમ્પમાં પરસેવા પાડવા પડશે.ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ ભરત અરુણે જણાવ્યું છે કે ઘરમાં બેસીને કંઈ જ કરવું ખેલાડીઓ માટે મુશ્કેલ બની શકે છેઆ માટે તેમણે  ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી હશે તેમણે હવે પરસેવા પાડવાનો સમય આવી ગયો છે અને જણાવ્યું છે કે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સાથે સતત સંપર્કમાં છે, ટીમ ઇન્ડિયાના દરેક ફોર્મેટમાં સામેલ છે. અને તે સતત તેઓને વિડીયો મોકલતા રહે છે. આ જ રીતે દરેક ખેલાડીઓને સતત પ્રેકટીસ કરતા રહેવું પડશે.

(10:43 am IST)