Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

અંદર રહો, નહીં તો આઉટ થઇ જશોઃ અશ્વિન

મુંબઈઃ ઇન્ડિયન ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિને હાલમાં પોતાના ટ્વિટર અકાઉન્ટ પર આ માંકડ ઇવેન્ટનો ફોટો અપલોડ કર્યો હતો જે તેણે પાછલી આઇપીએલમાં કર્યો હતો અને જોસ બટલરને પૈવિલિયન ભેગો કર્યો હતો. આ ફોટો પોસ્ટ કરી હસતાં-હસતાં અશ્વિને લખ્યું હતું કે 'આ ફોટો મને એક જણે મોકલ્યો અને ખબર પડી કે આ ઘટનાને આજે એક વર્ષ થયું છે. આપણો દેશ જયારે ૨૧ દિવસ માટે લોકડાઉન થયો છે ત્યારે દરેક દેશવાસીઓને મારી અપીલ છે કે ઘરમાં જ રહો અને સુરક્ષિત રહો, જાતે કરીને તમે આઉટ નહીં થાઓ.'

(3:43 pm IST)