Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

મેં કયારેય નહોતું વિચાર્યું કે મારૂ શહેર આવું રહેશેઃ ગાંગુલી

કોલકતા નજીકના દિવસોમાં વધુ સારૂ જોવા મળશે.: બીસીસીઆઇના પ્રમુખની ટવીટ

કલકત્તાઃ કોરોના વાઇરસને લીધે કલકત્તાને ખાલીખમ જોતાં ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલીને ખુબ આશ્ચર્ય થયું છે. દેશભરમાં વાઇરસને કારણે લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉન થયેલા કલકત્તાને જોતા ગાંગુલીને ટ્વીટ કર્યું,'મેં કયારેય નહોતું વિચાર્યું મારૃં શહેર આવું જોવા મળશે. કલકત્તા નજીકના દિવસોમાં આનાથી વધુ સારૃં જોવા મળશે એની ખાતરી છે બધાને પ્રેમ...' અન્ય એક ટ્વીટમાં ગાંગુલીએ કહ્યું હતું કે, 'જ્યાં બધા કોરોના વાઇરસથી ગભરાયેલા છે ત્યાં હું મારી લોનમાં નવરો બેઠો છું. મને યાદ નથી આવતું કે આ રીતે છેલ્લે હું કયારે બેઠો હતો.

(3:36 pm IST)