Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વિકેટ લેવા જસપ્રીત બુમરાહે વધારે અગ્રેસિવ થવાની જરૂરઃ ઝહીર ખાનની સલાહ

હેમિલ્ટનઃ ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝમાં જસપ્રીત બુમરાહને એકપણ વિકેટ ન મળતાં ક્રિકેટજગતના અનુભવી ખેલાડીઓ તેને માટે સલાહસૂચન આપી રહ્યા છે. ઈન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનનું કહેવું છે કે બુમરાહે વિકેટ લેવા માટે વધારે આક્રમક થવાની જરૂર છે.

આ સંદર્ભે વાત કરતાં ઝહીરે કહ્યું કે 'છેલ્લાં કેટલાંક વર્ષોમાં બુમરાહે જે પ્રમાણે ઈમેજ બનાવી છે એ પ્રમાણે તેને પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બુમરાહ આજે એવી પોઝિશનમાં છે કે તેની બોલિંગ જોઈને વિરોધી ટીમનો પ્લેયર વિચારતો હશે કે ભલે તમને ૩૫ રન મળે, પણ જયાં સુધી તમે તેને વિકેટ નથી આપતા ત્યાં સુધી તમે સેફ છો. બુમરાહે આ વાત સમજવી પડશે અને વધારે આક્રમક ગેમ રમવી પડશે. બેટ્સમેન તેને ડિફેન્ડ કરીને રમે એ વાત પણ તે જાણે છે, પણ બુમરાહે એમ ન કરતાં વિકેટ લેવા તરફ ધ્યાન આપવું જોઈએ'

(3:16 pm IST)
  • નાગરિકતા શંસોધન કાયદો ઘડીને નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી અમિતભાઇ શાહએ એક અભૂતપૂર્વ અને ઐતિહાસિક નિર્ણય દેશહિત માટે કર્યોઃ કુંવરજીભાઇ બાવળિયા -જયેશ રાદડિયા access_time 3:59 pm IST

  • અડધાથી વધુ ચીનને કોરોના વાયરસનો ભરડોઃ સેન્ઝેન સુધી કર્ફયુની સ્થિતિ : લાખો ફેકટરી - ઇન્ડસ્ટ્રીઝ પાર્કમાં સંપૂર્ણ લોકઆઉટ : સરકારના સખ્ત નિયમનોનો અમલ કરે તેને જ ખોલવા મંજૂરી : માલિકના જોખમે ખોલી શકાશે : સ્ટાફ કરતા ૧૦ ગણા માસ્ક રાખવાના + આલ્કોહોલ સ્પ્રેનો આપી ફેકટરીમાં છંટકાવ કરવો : હેન્ડ કલીનીંગ માટે તમામ મટીરીયલ્સ ફરજીયાત રાખવુ : આ બધી અમલવારી પછી સરકારી મંજૂરી મળે તો જ ફેકટરી ખોલવી : ૧૦મીને બદલે હવે ૧૮થી ફેકટરીઓ રી-ઓપન કરવાની જાહેરાત થઈ access_time 12:27 pm IST

  • લખનૌની કોર્ટમાં ભયાનક બ્લાસ્ટઃ અનેક ધારાશાસ્ત્રી ઘાયલઃ કોર્ટમાંથી ૩ જીવતા બોમ્બ મળી આવ્યા access_time 1:05 pm IST