Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

હૉકી દેશની રાષ્ટ્રીય રમત નથી: આરટીઆઈમાં ખુલાસો

સરકારે કોઈ પણ રમતને ક્યારેય રાષ્ટ્રીય રમત જાહેર કરી નથી

 

નવી દિલ્હી : મહારાષ્ટ્રના ધુલે જિલ્લાની એક શાળાના શિક્ષકે કરેલી આરટીઆઈમાં મોટો ખુલાસો થયો છે. શાળાના એક બાળકે પુછેલા પ્રશ્નને લઈ શિક્ષકે સરકાર પાસે જવાબ માગ્યો હતો, જેના જવાબમાં રમત મંત્રાલયે કહ્યું છે કે, કોઈ પણ રમતને રાષ્ટ્રીય રમતનો દરજ્જો આપવામાં આવ્યો નથી.

અરજી પ્રશ્ન પુછવા માટે કરાઈ હતી કે, હૉકીને ભારતની રાષ્ટ્રીય રમત ક્યારે જાહેર કરવામાં આવી. અરજી કરનાર શિક્ષક મયૂરેશ અગ્રવાલ ધુલે જિલ્લાના સિંદખેડા તાલુકામાં આવેલી વી કે ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણાવે છે

સરકારે પ્રશ્નનો જવાબ 15 જાન્યુઆરી 2020ના રોજ આપવામાં આવ્યો હતો. તેમણે એટલા માટે અરજી કરી કે, વિદ્યાર્થીઓ હંમેશા પુછતા હતા કે, હોકીને રાષ્ટ્રીય રમત ક્યારે જાહેર કરવામાં આવી. મંત્રાલયે અંગે જવાબ આપ્યો કે, સરકારે કોઈ પણ રમતને ક્યારેય રાષ્ટ્રીય રમત જાહેર કરી નથી, કારણ કે, સરકારનો હેતુ તમામ લોકપ્રિય રમતને બિરદાવવાનો અને આગળ વધારવાનો છે.

(11:43 pm IST)