Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછો સ્‍કોર અમેરિકાના નામેઃ નેપાળ સામેની મેચમાં 35 રનમાં ઓલઆઉટ

નવી દિલ્હીઃ નેપાળે બુધવારે ક્રિકેટ જગતમાં ધમાકેદાર પ્રદર્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. તેણે અમેરિકાને માત્ર 35 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ વનડે આંતરરાષ્ટ્રીય ઈતિહાસમાં સંયુક્ત રૂપથી બીજા સૌથી ઓછા સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા 2004માં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 35 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

પુરૂષોના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ લીગ-2ના 30માં મુકાબલામાં આ અદ્ભુત રેકોર્ડ બન્યો હતો. ત્રિભુવન યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ કીર્તિપુર (નેપાળ)માં રમાયેલી આ મેચમાં અમેરિકાની ટીમ 12 ઓવરોમાં 35 રનમાં ઢેર થઈ ગઈ હતી. નેપાળના સ્ટાર લેગ સ્પિનર સંદીપ લામિછાનેએ 16 રન આપીને 6 વિકેટ ઝડપી (6-1-16-6), જ્યારે અન્ય એક સ્પિનર સુશાન ભારીએ 5 રન આપીને ચાર વિકેટ (3-1-5-4) ઝડપી હતી.

અમેરિકાની ઈનિંગ 72 બોલમાં પૂરી થઈ ગઈ હતી. બોલની વાત કરીએ તો આ સૌથી નાની ઈનિંગ હતી. આ પહેલા સૌથી ઓછા બોલમાં ઈનિંગ પૂરી થવાનો રેકોર્ડ 2017માં બન્યો હતો, જ્યારે અફઘાનિસ્તાન વિરુદ્ધ ઝિમ્બાબ્વેની ટીમ 83 બોલમાં 54 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

આ મેચ 104 બોલ (72+32)માં પૂરી થઈ ગઈ હતી. એટલે કે પરિણામ હાસિલ કરવા પ્રમાણે આ મેચ ઓથી ઓછા બોલ વાળી વનડે આંતરરાષ્ટ્રીય મેચ બની ગઈ છે.

વનડે આંતરરાષ્ટ્રીયઃ સૌથી ઓછો સ્કોર

1. યુએસએ: 35 રન, વિ નેપાળ, 2020 (કીર્તિપુર)

- શ્રીલંકા 2004, વિરુદ્ધ ઝિમ્બાબ્વે, 35 રન (હરારે)

2. કેનેડા, 36 રન, વિરુદ્ધ, શ્રીલંકા, 2003 (પર્લ).

3. ઝિમ્બાબ્વે, 38 રન, વિરુદ્ધ, શ્રીલંકા, 2001 (કોલંબો)

-શ્રીલંકા  43 રન, વિરુદ્ધ, દક્ષિણ આફ્રિકા, ૨૦૧૨ (પર્લ)

- પાકિસ્તાન  43 રન, વિરુદ્ધ, વેસ્ટ ઈન્ડિઝ, 1993 (કેપટાઉન)

અમેરિકા તરફથી માત્ર એક બેટ્સમેન બે આંકડાના સ્કોરમાં પહોંચી શક્યો હતો. ઓપનિંગ બેટ્સમેન જેવિયર માર્શલે 16 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન 5થી પણ વધુ રન બનાવી શક્યો નહીં. ટોસ જીતીને નેપાળે અમેરિકાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ વિકેટ શૂન્ય પર પડ્યા બાદ વિકેટોની લાઇન લાગી ગઈ હતી. જવાબમાં નેપાળે 5.2 ઓવરમાં 36/2 રન બનાવી આ મેચ 8 વિકેટથી જીતી લીધી હતી.

(4:57 pm IST)