Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ગ્લોબલ ઈવેન્ટમાં ભારતની જી.એસ.લક્ષ્મી બનશે પહેલી મહિલા મેચ- રેફરી

૨૧ ફેબ્રુઆરીથી શરૂ થનાર આઈસીસી વુમન્સ ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારતની જી.એસ.લક્ષ્મી મેચ- રેફરી તરીકે ફરજ બજાવશે. આ સાથે આઈસીસીના આ મેજર ઈવેન્ટમાં મેચ- રેફરી બનનારી તે પહેલી મહિલા બનશે. બાવીસમી ફેબ્રુઆરીએ રમાનારી વેસ્ટઈન્ડિઝ અને થાઈલેન્ડ વચ્ચેની મેચમાં જી.એસ.લક્ષ્મી રેફરી તરીકે ફરજ બજાવશે.

(4:09 pm IST)