Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

આઈસીસી વન-ડે રેન્કિંગમાં નંબર વન પર વિરાટ કોહલી યથાવતઃ બુમરાહે પહેલું સ્થાન ગુમાવ્યું

દુબઈઃ ભારતે ન્યુઝીલેન્ડ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી ગુમાવ્યા બાદ આઈસીસીએ નવી વન-ડે રેન્કિંગ જોહેર કરી છે. આ યાદીમાં વિરાટ કોહલીએ પોતાનો પહેલો ક્રમાંક જાળવી રાખ્યો છે, જયારે બોલરોની કેટેગરીમાં જસપ્રીત  બુમરાહે પોતાનું પહેલું સ્થાન ગુમાવી દીધું છે.

તેના કુલ ૮૬૯ પોઈન્ટ્સ છે. બીજા ક્રમે રોહિત શર્મા ૮૫૫ પોઈન્ટ્સ સાથે બનેલો છે. વન-ડે ટુર્નામેન્ટ પ્લેયર ઓફ ધ સિરીઝ રહેનારા રોસ ટેલરને પણ રેન્કિંગમાં ફાયદો થયો છે અને તે ૮૨૮ પોઈન્ટ્સ સાથે ચોથા ક્રમે પહોંચી ગયો છે.

(4:08 pm IST)