Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ઓસ્ટ્રેલીયાના પૂર્વ કેપ્ટન માઈકલ કલાર્કે છુટાછેડા લીધાઃ વળતર પેટે ૧૯૨ કરોડ ચુકવ્યા

આસીસ્ટન્ટ સાથે અફેરના લીધે છુટાછેડા લીધાની આશંકાઃ ૪ વર્ષની પુત્રી માતા સાથે રહેશે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન અને ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડી ચુકેલા ક્રિકેટર માઈકલ કલાર્કના અંગત જીવનમાં તોફાન સર્જાયુ છે.

લગ્નના સાત વર્ષ બાદ કલાર્ક અને તેની પત્ની કાઈલી બોલ્ડીએ છુટાછેડા લીધા છે.કલાર્કે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા.બંનેને ચાર વર્ષની એક પુત્રી પણ છે.

કલાર્કે કહ્યુ હતુ કે, કેટલાક સમય સુધી સાથે રહ્યા બાદ અમે એક કપલ તરીકે અલગ થવાનો કપરો નિર્ણય લીધો છે.અમે એક બીજાનુ સન્માન કરીએ છે અને એ નિર્ણય પર આવ્યા છે કે, પુત્રી માતા પાસે રહેશે. ઓસી મીડિયાના કહેવા પ્રમાણે કલાર્કે છુટાછેડા માટે ૪૦ મિલિયન ડોલર એટલે કે ૧૯૨ કરોડ રૂપિયા વળતર ચુકવ્યુ છે. ૨૦૧૮માં એવા મીડિયા અહેવાલો વહેતા થયા હતા કે, કલાર્કનુ પોતાની આસિસ્ટન્ટ સાથે અફેર ચાલી રહ્યુ છે.જેનુ નામ સાશા આર્મસ્ટ્રોંગ છે.જે કલાર્કની ક્રિકેટ એકેડમીના વહિવટ પર દેખરેખ રાખે છે. આ બંનેની કેટલીક તસવીરો પણ લીક થઈ હતી. આ અફેરના કારણે જ કલાર્કે છુટાછેડા લીધા હોવાની આશંકા છે.

(4:05 pm IST)