Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

આઈપીએલમાં આવતા વર્ષે પણ સ્ટાર્ક અને રૂટ નહિં રમેઃ મેકસવેલ, સ્ટેન અને ક્રિસ લીનની બેઈઝ પ્રાઈઝ ૨ કરોડ

ટીમ ઈન્ડિયાના રોબિન ઉથપ્પાની બેઈઝ પ્રાઈઝ ૧.૫ કરોડ અને સ્ટેન - એન્જલો મેથ્યુસની બેઈઝ પ્રાઈઝ ૨ કરોડ

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઈપીએલમાં ભાગ લેશે નહિં. ૨૦૨૦માં યોજાનાર આઈપીએલ માટે ૧૯ ડિસેમ્બરે ખેલાડીઓની હરરાજી થવાની છે ત્યારે સતત બીજા વર્ષે પણ સ્ટાર્ક તેમાં સામેલ થવાનો નથી જયારે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેકસવેલ અને ક્રિસ લીન ભાગ લેનાર છે.

૨૯ વર્ષનો સ્ટાર્ક ૨૦૧૫માં આઈપીએલની સીઝન આરસીબીમાંથી રમ્યો હતો. ૨૦૧૮માં આઈપીએલ ઓકશનમાં સ્ટાર્કને કોલકત્તા નાઈટ રાઈડર્સે ૯.૪ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ તે ઈજા પામતા ટુર્નામેન્ટમાંથી બહાર નીકળી ગયો હતો. સ્ટાર્કની સાથે ઈંગ્લેન્ડના ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટ પણ આઈપીએલના ઓકશનમાં ભાગ નહિં લ્યે. તે ૨૦૧૮ના ઓકશનમાં અનસોલ્ડ રહ્યો હતો અને આ વર્ષે પણ તેણે ભાગ લીધો ન હતો.  મેકસવેલ અને લીનની બેઇઝ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયા હશે. મેકસવેલે થોડા સમય પહેલા જ હેલ્થ ચેકઅપ માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. પેટ કમીન્સ, જોસ હેઝલવૂડ, મીચેલ માર્શ, ડેલ સ્ટેન અને એન્જલો મેથ્યુઝની પણ બેઈઝ પ્રાઇઝ ૨ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. દ.આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરીસ પણ આ ઓકશનનો ભાગ હશે. જયારે ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાની બેઈઝ પ્રાઈઝ દોઢ કરોડ રૂપિયા હશે.

(4:09 pm IST)
  • ૪ ડિસેમ્બરે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવા-સામાન્ય માવઠાની આગાહી access_time 11:37 am IST

  • કોઇમ્બતુરમાં એકધારો વરસાદઃ ૩ મકાન જમીન દોસ્તઃ ૧૦ મહિલા સહિત ૧પના મોતઃ કાટમાળ હેઠળ કેટલાક લોકો હજુ ફસાયેલાઃ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે access_time 11:37 am IST

  • પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને ભાજપના 300થી વધુ કાર્યકરો ટીએમસીમાં સામેલ : માલદા જિલ્લાના રતુંઆ 2 સમુદાય વિકાસ ખંડના મીરઝાદપુરમાં એક કર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ અને પૂર્વ સાંસદ મૌસમ બૅનર્જીર નૂરે કોંગ્રેસ અને ભાજપમાંથી આવેલા તમામ કાર્યકરોનું તૃણમૂલ કોંગ્રેસમાં સ્વાગત કર્યું access_time 12:53 am IST