Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ક્રિકેટર મનીષ પાંડે અને અભિનેત્રી આશ્રિતા શેટ્ટી લગ્નના બંધનમાં બંધાયા

મનીષ પાંડેએ શેરવાણી જ્યારે આશ્રિતાએ સિલ્કની સાડી પહેરી વરમાળા પહેરાવી

મુંબઈ : ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી મનીષ પાંડેને પોતાના જીવનસાથી મળી ગયા છે. ક્રિકેટર મનીષ પાંડેએ ૨ ડીસેમ્બરના મુંબઈમાં સાઉથ ઇન્ડીયન અભિનેત્રી આશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બંનેના લગ્ન બાદની પ્રથમ ફોટો સનરાઈઝર્સ હૈદરાબાદે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ઇન્ડીયન પ્રીમિયર લીગમાં મનીષ પાંડે સનરાઈઝર્સ હૈદરાબાદે ફ્રેન્ચાઈઝી ટીમ માટે જ રમે છે. સનરાઈઝર્સ હૈદરાબાદે જે ફોટો શેર કરી છે, તેમાં મનીષ પાંડેએ શેરવાણી પહેરી રાખી છે, જ્યારે આશ્રિતાએ સિલ્કની સાડી પહેરી રાખી છે. આ ફોટોમાં મનીષ આશ્રિતાને વરમાળા પહેરાવતા જોવા મળી રહ્યા છે.

 આ અગાઉ કેપ્ટન મનીષ પાંડેની અણનમ અડધી સદીની ઇનિંગ અને ઓફ સ્પિનર કૃષ્ણપ્પા ગૌતમની અંતિમ ચાર બોલના કમાલથી વર્તમાન ચેમ્પિયન કર્ણાટકે એક ખુબ જ રોમાંચક ફાઈનલમાં રવિવારે

(7:04 pm IST)