Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અન્ડર-૧૯ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા : ફટકાબાજ પ્રિયમ ગર્ગ હશે કેપ્ટન

આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં યોજાશે વર્લ્ડકપ : ૧૬ ટીમો ભાગ લેશે

નવી દિલ્હી : અન્ડર-૧૯ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૦ માટે અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ ભારતી ટીમની ઘોષણા કરી દીધી છે. આ વિશ્વ કપ ૧૭ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી સુધી દક્ષિણ આફ્રીકામાં યોજાશે. વિશ્વ કપના ૧૩માં સંસ્કરણમાં ૧૬ ટીમ ભાગ લેશે. જેના ચાર ગ્રુપ હશે, ટીમમાં મુંબઇના યશસ્વી જયસ્વાલ અને અથર્વ અંકોલેકર જેવા મુંબઇના ક્રિકેટર સામેલ છે. ટીમની કપ્તાની મેરઠમાં જન્મેલા પ્રિયમ ગર્ગ કરશે.

ભારતીય ટીમના ગ્રુપ એ માં રાખાવામાં આવી છે. જેમા પહેલી વખત કવોલિફાય કરનારી જાપાની ટીમ સિવાય ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાની ટીમ હશે,. પ્રત્યેક ગ્રુપની શીર્ષ બે ટીમ સુપર લીદ તબક્કા માટે કવોલિફાઇ કરશે.

અંડર-૧૯ વર્લ્ડ કપમાં ભારત અત્યાર સુધી સૌથી વધારે ૪ વખત જીતવામાં સફળ રહ્યું છે. ટીમ ઇન્ડિયાના ૨૦૧૮માં અંડર ૧૯ વર્લ્ડ કપનો આ પહેલા પણ એવોર્ડ જીત્યો હતો. ત્યારે ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હાર આપી હતી.

કેપ્ટન પ્રિયમ ગર્ગનો રેકોર્ડ આ મુજબ છે. જમણા હાથનો બેટ્સમેન ૧૯ વર્ષના પ્રિયમ ગર્ગ પ્રથમ શ્રેણી ક્રિકેટમાં બેવડી સદી અને એક સદી ફટકારી ચૂકયો છે. તે ઇન્ડિયા સી ટીમનો ભાગ હતો. જે દેવધર ટ્રોફીમાં ઉપવિજેતા રહ્યો. તેણે ગત મહિના ઇન્ડિયા-બી વિરુદ્ઘ ફાઇનલમાં ૭૪ રન ફટકર્યા છે.

વિશ્વ કપ માટે ભારતની અન્ડર-૧૯ ટીમ : પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવચંદ જુરેલ (વિકેટકીપર અને ઉપ-કપ્તાન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સકસેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેકર, કુમાર કુશાગ્ર (વિકેટકીપર), સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટીલ.

વિશ્વ કપ પહેલાથી અન્ડર-૧૯ ભારતીય ટીમ દક્ષિણ આફ્રીકા વિરુદ્ઘ ત્રણ એક દિવસીય મેચ માટે દક્ષિણ આફ્રીકાનો પ્રવાસ કરશે. તે બાદ દક્ષિણ આફ્રીકા અન્ડર-૧૯, ભારત અન્ડર-૧૯ અને ન્યુઝીલેન્ડ શ્-૧૯, અને ઝિમ્બાવ્વે અન્ડર-૧૯ સીરીઝ હશે.

(3:35 pm IST)