Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

શાસ્ત્રીને ટ્રોલ્સથી કોઈ ફરક નથી પડતો : વિરાટ

જે વ્યકિતએ તેના કેરીઅરમાં હેલ્મેટ વગર બોલરોનો સામનો કર્યો હોય તે સોશ્યલ મીડિયા યુઝર્સથી નહિં કરે

નવી દિલ્હી : ઇન્ડિયન ટીમના કઙ્ખપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે રવિ શાસ્ત્રીને ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો. કોચ રવિ શાસ્ત્રીને મોટા ભાગની મેચને લઈને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવે છે. એવી પણ ચર્ચા છે કે વિરાટ કોહલી કરતાં તેનો વધુ પાવર છે.

આ વિશે વધુ જણાવતાં કોહલીએ કહ્યું હતું કે અનુષ્કા વિશે પણ ઘણું કહેવામાં આવ્યું છે. આ બધું કોઈ ચોક્કસ એજન્ડા સાથે કરી રહ્યું છે.

જો આ રેન્ડમ હોત તો અનુષ્કા વિશે કોઈએ લખ્યું હોત તો બીજી વ્યકિત એના પર ધ્યાન નહીં આપી રહી હોત, કારણ કે એ કાંઈ મહત્ત્વનું નહોતું. રવિભાઈના કેસમાં તેઓ ખૂબ લકી છે, કારણ કે તેમને ટ્રોલિંગથી કોઈ ફરક નથી પડતો. જે વ્યકિતએ તેની કરીઅરમાં હેલ્મેટનો ઉપયોગ કર્યા વગર બોલરના અટેકને સહન કર્યો હોય અને રન કર્યા હોય તે વ્યકિત ઘરે બેસીને સોશ્યલ મીડિયા યુઝર્સથી નહીં ડરે.

(3:23 pm IST)