Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

હેરીસ શિલ્ડમાં ગુજરાતી બોયે મચાવી ધમાલ

સાઉથ મુંબઈના ગુજરાતી બોય તેજસ જયેશ રાજપૂતે મુંબઈ ક્રિકેટ એસોસીએશન દ્વારા આયોજીત હેરીસ શિલ્ડ ટુર્નામેન્ટમાં ધમાલ મચાવી છે. તેજસ ચર્ની રોડ પર આવેલી બેરામજી જીજીભોય પારસી ચેરીટેબલ સ્કુલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેણે બાંદરામાં આવેલી સેન્ટ સ્ટેનિસલોસ સ્કુલ સામે ૪૩ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. આ મેચ બાદ તેની સ્કુલ ૧૪૦ સ્કુલમાંથી ૩૨મા રેન્ક પર આવી ગઈ હતી. ૨૦ નવેમ્બરે અંધેરીની જાનકીદેવી પબ્લિક સ્કુલ સામે રમાયેલી મેચમાં તેણે ૪૪ રન આપીને ૬ વિકેટ લીધી હતી

(3:24 pm IST)