Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ૧૦ વિકેટથી હરાવ્યું: સિરીઝ 2-0થી જીતી

પાકિસ્તાને આપેલ 106 રનના ટાર્ગેટને માત્ર 11,5 ઓવરમાં વિના વિકેટે હાંસલ કર્યો

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં પાકિસ્તાન સામે ૧૦ વિકેટથી એકતરફી જીત પ્રાપ્ત કરી લીધી છે. આ મોટી જીત સાથે જ ઓસ્ટ્રેલિયાએ સીરીઝ ૨-૦ થી પોતાના નામે કરી લીધી છે. વરસાદના કારણે મેચનું પરિણામ આવ્યું નહોતું.

પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ૨૦ ઓવરોમાં આઠ વિકેટ ગુમાવી ૧૦૬ રન બનાવ્યા હતા. યજમાન ટીમે આ ટાર્ગેટને માત્ર ૧૧.૫ ઓવરમાં વિના કોઈ વિકેટ ગુમાવી જ પ્રાપ્ત કરી લીધી હતી.

લાંબા સમય બાદ ઓસ્ટ્રેલીયન ટીમમાં વાપસી કરી રહેલા ઝડપી બોલર શોન એબોટે ૧૪ રન આપી બે વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યા જ્યારે સ્ટીવન સ્મિથ 'મેન ઓફ ધ સીરીઝ' રહ્યા હતા. આ અગાઉ, ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત સારી રહી નહોતી અને માત્ર ૧૫ રનના સ્કોર પર જ કેપ્ટન બાબર આજમ (૬ રન) ના રૂપમાં તેમને પ્રથમ ઝટકો લાગ્યો હતો.

ત્યાર બાદ મહેમાન ટીમની ઇનિંગ લડખડાઈ ગઈ હતી. પાકિસ્તાનના આઠ બેટ્સમેન ડબલ આંકડા સુધી પહોંચી શક્યા નહોતા. ઈમામ ઉલ હકે ૧૪ રન બનાવ્યા અને છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમનાર ઇફ્તિખાર અહેમદે સૌથી વધુ ૩૪ બોલમાં ૪૫ રનની ઇનિંગ રમી હતી.

ઓસ્ટ્રેલિયાના તરફથી કેન રિચર્ડસને સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને શેન એબોટને બે-બે વિકેટ મળી હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને કેપ્ટન એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નરે શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં જ ૫૬ રન બનાવી ટીમની જીત સુનિશ્વિત કરી દીધી હતી. ડેવિડ વોર્નરે ૩૫ બોલમાં અણનમ ૪૮ અને એરોન ફિન્ચે ૩૬ બોલમાં અણનમ ૫૨ રન બનાવ્યા હતા.

(11:05 am IST)