Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

શરૂઆત સારી હતી પણ મિડલ ઓર્ડરમાં વિકેટો પડતા મોટો જુમલો બનાવી ન શકયા : મોહમ્મદુલ્લાહ

૧૨મી ઓવર સુધી અમારી રમત સારી હતી, પછી બદલાવ આવ્યો

રાજકોટ : ખંઢેરીમાં ટી-૨૦માં હાર બાદ બાંગ્લાદેશના કેપ્ટન મોહમ્મદુલ્લાહે પત્રકાર પરિષદમાં કહ્યું કે અમારી શરૂઆત સારી હતી પણ મિડલ ઓર્ડરમાં વિકેટો પડતા મોટો જુમલો નોંધાવી શકયા ન હતા.

મેચની હારનો સ્વીકાર કરતા કહ્યુ કે તેના માટે ટીમના કોઈ ખેલાડી જવાબદાર નથી. રમતની ગતિને સમજવાની જરૂર હતી. ૧૨મી ઓવર સુધી અમે સારૂ રમ્યા પછી અમારી રમત ધીમી પડતી ગઈ. બોલીંગ લાઈનમાં પણ અમારૂ કોમ્બીનેશન કરવાની જરૂર ન હતી.

(12:57 pm IST)