Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સાડા ત્રણ વર્ષ બાદ શ્રીલંકા અને પાકિસ્તાન સામે ટી-૨૦ રમશે સ્મિથ

મેલર્બનઃ  ઓસ્ટ્રેલિયાની આગામી ટી-ર૦માં સ્ટીવ સ્મિથનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકા અને પાકિસ્તાન સામેની ટી-ર૦ મેચ માટે ૧૪ મેમ્બરની ટીમમાં સ્ટીવ સ્મિથનું નામ છે. જોકે માર્કસ સ્ટોનિસને પડતો મૂકવામાં આવ્યો છે. વર્લ્ડ કપમાં સ્ટોનિસનો પર્ફોર્મન્સ કંગાળ રહ્યો હતો. સ્મિથ છેલ્લે મોહાલીમાં ૨૦૧૬માં ઇન્ડિયા સામે ટી-ર૦ રમ્યો હતો. ત્યાર બાદ તે હવે લગભગ સાડાત્રણ વર્ષ બાદ ફરી ટી-ર૦ રમતો જોવા મળશે.

(3:35 pm IST)