Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

વિશ્વ રેન્કિંગમાં જાપાનની ઓસાકા ફરી બની નંબર વન ખેલાડી

નવી દિલ્હી:   જાપાનની નાઓમી ઓસાકા સોમવારે જારી થયેલ વર્લ્ડ રેન્કિંગમાં ફરી નંબર વન ખેલાડી બની છે. ઓસ્ટ્રેલિયાની એશલી બાર્ટી એક સ્થાન નીચે સરકીને બીજા સ્થાને છે. ચેક રિપબ્લિકની કેરોલિના ફિલ્સ્કોવા ત્રીજા અને રોમાનિયાની સિમોના હેલેપે ચોથો ક્રમ જાળવી રાખ્યો છે.રોજર્સ કપમાં યુ.એસ.ની રનર-અપ સેરેના વિલિયમ્સ આઠમા સ્થાનેથી બે સ્થાને સુધરી ગઈ છે, જ્યારે ખિતાબ જીતનાર કેનેડાની 19 વર્ષિય બિઆન્કા એંડ્રેસ્કુ 13 સ્થાનનો ઉછાળો કરીને 14 માં સ્થાને પહોંચી ગઈ છે.પુરુષ વિભાગમાં સર્બિયાના નોવાક જોકોવિચ, રોજર્સ કપ વિજેતા સ્પેનના રફેલ નડાલ અને સ્વિટ્ઝરલેન્ડનો રોજર ફેડરર પ્રથમ ત્રણ સ્થાને છે.

(6:43 pm IST)