Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વર્લ્ડકપમાં બાંગ્લાદેશ ફિયાસ્કો થતાં કોચ હડસનને હટાવાયા

ઢાકા : વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયેલી બાંગ્લાદેશની ટીમે કોચ સ્ટીવ હડસનને મુદત પૂરી થયા પહેલા જ કોચના હોદ્દા પરથી કાઢી મૂકયા છે. બાંગ્લાદેશની ટીમ સેમીફાઈનલ માટે ફેવરીટ ગણાતી હતી, પરંતુ છેવટે એ આઠમા સ્થાન પર રહી હતી. બાંગ્લાદેશની ટીમ હવે આ મહિનાના અંત ભાગમાં શ્રીલંકાના પ્રવાસે જશે જયાં ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. દરમિયાન ભારતનો ભૂતપૂર્વ સ્પિનર સુનિલ જોષી બાંગ્લાદેશનો સ્પિન બોલીંગ કોચ છે અને તેનો કરાર લંબાવવામાં નથી આવ્યો.

(3:26 pm IST)