Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

નરેન્દ્રભાઈએ શુભેચ્છા પાઠવી

૧૦૦ મીટર રેસમાં દુત્તીચંદ ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા

નવી દિલ્હીઃ ઇટલીના વૈપ્લેસમાં યોજાયેલી મહિલાઓની ૧૦૦ મીટર રેસમાં ભારતની દુત્ત્। ચંદે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધિ હાંસલ કરનાર તે પહેલી ભારતીય મહિલા બની છે. ઇટલી માં યોજાયેલી ૩૦મી સમર યુનિવર્સિટી ગેમ્સમાં ૧૦૦ મીટરની મહિલાઓની રેસમાં દુત્ત્।ી ચંદ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ હતી. આ પહેલાં કોઈ પણ ભારતીય મહિલા આ દેશમાં કવોલીફાઈ નહોતી કરી શકી. દુતી ચાંદની આ ઉપલબ્ધિ પર રાષ્ટ્ર પતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન કિરણ રાઈજીજુએ સોશ્યલ મીડિયા દ્વારા તેને શુભેચ્છા આપી છે.

(11:10 am IST)