Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વન-ડે ટીમનો એક પણ ખેલાડી વિલંબથી આવે તો બધા પર રૂા. ૧૦,૦૦૦ દંડ ફટકારતો ધોની : અપ્ટન

મુંબઇ : પૂર્વ ભારતીય મેંટલ કંડીશનીંગ કોચ પેડી અપ્ટન એ બતાવ્યું છે કે પ્રેકટીસ અથવા ટીમ મીટીંગ માટે વન-ડે ટીમના એક પણ ખેલાડી વિલંબથી આવવાની સ્થિતિમાં પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીએ બધા માટે રૂા. ૧૦,૦૦૦ દંડ ફટકારવાનું રાખ્યું હતું. એમણે બતાવ્યું કે તત્કાલિન ટેસ્ટ કેપ્ટન અનિલ કુંબલેએ પણ લેટકયર્સ માટે રૂા. ૧૦,૦૦૦ દંડ રાખ્યો હતો.

(12:12 am IST)
  • મમતા બેનર્જીએ કહ્યું ભગવા પહેરેલ ગુંડાઓએ જે હિંસા કરી એ બાબરી મસ્જિદ તોડી પાડવા જેવી હતી :અમિતભાઇ શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ ચૂંટણી આયોગે કરેલ કાર્યવાહી અંગે મમતાએ કહ્યું કે ભાજપના ઈશારે ચૂંટણી આયોગે નિર્ણંય કર્યો :આ નિર્ણંય ચૂંટણી અયોગનો નહીં પરંતુ મોદી અને શાહે લીધો ;ચૂંટણી અયોગનો નિર્ણંય ગેરબંધારણીય છે access_time 1:23 am IST

  • કોલકતામાં અમિતભાઈ વિરૂધ્ધ ૨ ફરિયાદ : અમિતભાઈ વિરૂધ્ધ કોલકત્તામાં બે ફરીયાદ નોંધાઈઃ વિદ્યાસાગર કોલેજના ટીએમસી છાત્ર સંગઠનની રાવ બાદ જોડાસાંકો અને અર્મહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ દાખલઃ ગઈકાલે રોડ- શો દરમિયાન વિદ્યાનગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડી પડાયેલઃ ટીએમસીએ ચુંટણી પંચ પાસે પણ સમય માંગ્યો છે access_time 1:15 pm IST

  • આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નાસી છૂટેલા આતંકીને દિલ્હી પોલીસે શ્રીનગરથી ઝડપી લીધો: તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર ભણી નાસી છૂટવાની પેરવીમાં હતો access_time 11:17 am IST