Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

ક્રિકેટના ભગવાન તેંડુલકરે કર્યા બુમરાહના વખાણ....

નવી દિલ્હી: ભારતીય ટીમ માટે આધારભૂત બની ગયેલા ગુજરાતના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહથી સચિન તેંડુલકર પણ પ્રભાવિત થઇ ગયો છે. ફાઇનલ બાદ સચિન તેંડુલકરે યુવરાજસિંહને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, 'આ વાત હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું કે જસપ્રિત બુમરાહ હાલના સમયે વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બોલર છે. હજુ તેનું શ્રેષ્ઠ  પ્રદર્શન તો બાકી જ છે તેવી આશા રાખું છું. ફાઇનલમાં અમારી ટીમે ૧૫ રન ઓછા કર્યા હતા તેમ મારું માનવું હતું. આ પિચ પર રાહુલ ચહરે ખૂબજ સારી બોલિંગ કરી હતી. યુવરાજસિંહે એવો મત રજૂ કર્યો હતો કે બુમરાહ ખૂબ જ સારો બોલર છે. બુમરાહની એક્શન અલગ હોવાથી બેટ્સમેનો માટે તેની સામે રમવું આસાન હોતું નથી. '

(6:01 pm IST)
  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નાસી છૂટેલા આતંકીને દિલ્હી પોલીસે શ્રીનગરથી ઝડપી લીધો: તે પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીર ભણી નાસી છૂટવાની પેરવીમાં હતો access_time 11:17 am IST