Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

દુનિયાના પૂર્વ નંબર એક ટેનિસ ખેલાડી એન્ડી મરેએ સંન્યાસની ઘોષણા કરી

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલી ઇજાઓને કારણે ખરાબ પ્રદર્શનમાં રહેલા દુનિયાના પૂર્વ નંબર એક ટેનિસ ખેલાડી એન્ડી મુરેએ સંન્યાસની ઘોષણા કરી દીધી છે અને આ વર્ષે જ ટેનિસ કોર્ટને અલવિદા કહી દેશે. એન્ડી મુરે આગામી વિબંલડન સુધી રમવા ઇચ્છે છે પરંતુ તેમણે એવું પણ જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયન ઑપન તેમની છેલ્લી ઇવેન્ટ હોઇ શકે છે. ત્રણ વખત ગ્રૈંડ સ્લૈમ વિજેતા એન્ડી મુરેને ગયા વર્ષે હિપ સર્જરી થવાથી ઑસ્ટ્રેલિયન ઑપનમાંથી બહાર રહેવું પડ્યું હતું. તેમણે પાછળથી લંડનમાં રમાયેલી ક્વીન ક્લબ સાથે વાપસી કરી હતી.છેલ્લા કેલાયક સમથી હિપ સર્જરીને કારણે તેમણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને એટલા માટે જ એન્ડી મુરેએ માત્ર 31 વર્ષની ઉમરમાં જ સંન્યાસની ઘોષણા કરી દીધી છે. તેમણે આ વિશેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેમણે છેલ્લીવાર વિંબલડન રમત રમવા માટે ઑફ સીઝન અભ્યાસ પણ કર્યો હતો, પરંતુ તેમને લાગે છે કે તેઓ રમવા માટે તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે આ વિશે ટીમ સાથે વાત કરી હતી અને તેઓ હવે સંન્યાસ લેવા માગે છે. આ વિશેની જાહેરાત કરતી વખતે એન્ડી મુરેની આંખમાં આસુ આવી ગયા હતા.2016માં એન્ડી મુરેએ નોવાક જોતોવિચને પછાડીને દુનિયાના નંબર વન ખેલડીનો ખિતાબ મેળવ્યો હતો. 2013માં એન્ડી મુરેએ જોકોવિચને હરાવીને વિબંલડનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો અને 1936 પછી પહેલીવાર એવું બન્યું હતું કે કોઇ બ્રિટિશ ખેલાડીએ આ ખિતાબ જીત્યો હતો.

(5:54 pm IST)