Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

કોહલીની બ્રેન્ડ વેલ્યુ ૧૨૦૩ કરોડ

ટોપ સેલિબ્રિટી બ્રેન્ડ-લિસ્ટમાં શાહરૂખ ખાન સરકયો બીજા ક્રમાંકથી પાંચમા ક્રમાંક પર

મુંબઇ, તા.૧૧: વિરાટ કોહલી સૌથી  વધુ બ્રેન્ડ-વેલ્યુવાળા ભારતીયોની યાદીમાં સતત બીજી વખત ટોચ પર રહ્યો છે. ૨૦૧૮માં તેની બ્રેન્ડ-વેલ્યુમાં ૧૮ ટકા વધારો થઇને ૧૭૦.૯૦ મિલ્યન ડોલર એટલે કે અંદાજે ૧૨૦૩ કરોડ રૂપિયા થઇ છે. ગ્લોબલ વેલ્યુએશન અને કોર્પોરેટ ફાઇનેન્સ એડવાઇઝર ડફ એન્ડ ફેલપ્સના રિપોર્ટ મુજબ કોહલી નવેમ્બર-૨૦૧૮ સુધી કુલ ૨૪ બ્રેન્ડ એન્ડોર્સ કરતો હતો. ત્યારબાદ બીજો ક્રમાંક દીપિકા પાદુકોણનો છે. તે કુલ ૨૧ બ્રેન્ડ એન્ડોર્સ કરે છે. તેની બ્રેન્ડ-વેલ્યુ ૧૦૨.૫૦ મિલ્યન ડોલર એટલે કે અંદાજે ૭૨૧ કરોડ રૂપિયા છે.

અક્ષયકુમાર અને રણવીર સિંહ પણ પોતાનો રેન્કિંગમાં સુધારો કરતાં અનુક્રમે ૬૭.૩ મિલ્યન ડોલર એટલે કે ૪૭૩ કરોડ અને ૬૩ મિલ્યન ડોલર એટલે કે ૪૪૩ કરોડ રૂપિયા સાથે ત્રીજા અને ચોથા ક્રમાંક પરથી પાંચમા ક્રમાંક પર પહોંચ્યો છે. તેની બ્રેન્ડ-વેલ્યુ ૬૦.૭૦ મિલ્યન ડોલર એટલે કે ૪૨૭ કરોડ રૂપિયા થઇ છે.

બોલીવુડના કલાકારો આ યાદીમાં આગળ છે, પરંતુ સ્પોર્ટસપર્સન પણ તેમને સ્પર્ધા આપી રહ્યા છે. ટોચની ૨૦ સેલિબ્રિટીની યાદીમાં વિરાટ કોહલી, સચિન તેન્ડુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને પી.વી. સિંધુની કુલ વેલ્યુ ૨૪૧ મિલ્યન ડોલર એટલે કે અંદાજે ૧૬૯૭ કરોડ રૂપિયા થાય છે જે કુલ બ્રેન્ડ-વેલ્યુના ૨૭ ટકા છે.

(5:00 pm IST)