Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

સેહવાગ કરતા અડધી સિદ્ધિઓ પણ મળશે તો ખુશ થશે મયંક અગ્રવાલ

ઓસ્ટ્રેલિયા સામે સિરીઝની ત્રીજી ટેસ્ટમાં પદાર્પણ કરનાર મયંક અગ્રવાલની બધા પ્રશંસા કરી રહ્યા છે. સંજય માંજરેકર અને તેના કોચ ઈરફાનનું માનવું છે કે મયંકની બેટીંગમાં ઓપનર વિરેન્દર સેહવાગની ઝલક જોવા મળે છે. આ મામલે મયંકે કહ્યું હતું કે પ્રામાણીકતાથી કહું તો મને કોઈની પણ સાથે સરખામણી કરવાનુ સારૂ નથી લાગતુ. સેહવાગ ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન છે. હું માત્ર મેદાન પર જઈ મારૂ શ્રેષ્ઠ આપવા માગુ છું. પછી જોઈએ શું થાય છે. જો સેહવાગ કરતા અડધી સિદ્ધિ પણ મેળવીશ તો બહુ ખુશ થઈશ.

(3:19 pm IST)