Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

હોકી વિશ્વ કપમાં નેધરલેન્ડની 1-4થી હરાવીને જર્મની ચેમ્પિયન બનવાની રેસ

નવી દિલ્હી: ઓડીશાના ભુવનેશ્વરમાં ચાલી રહેલા મેન્સ હોકી વર્લ્ડ કપમાં પૂલ-ડીના મુકાબલામાં જર્મનીએ આક્રમક દેખાવ કરતાં ૪-૧થી નેધરલેન્ડને હરાવીને ચેમ્પિયન બનવા માટે દાવેદારી નોંધાવી દીધી છે. યુરોપની હાઈપ્રોફાઈલ ટીમો વચ્ચેના મુકાબલામાં ત્રીજા ક્વાર્ટરના અંતે બંને ટીમો ૧-૧થી બરોબરી પર રહી હતી. જોકે આખરી ક્વાર્ટરમાં જર્મનીએ તેની રમતને વધુ તીવ્ર બનાવી હતી અને આખરી નવ મિનિટમાં ઉપરાઉપરી ત્રણ ગોલ ફટકારીને શાનદાર જીત મેળવી હતી.નોંધપાત્ર છે કે, જર્મનીનો નેધરલેન્ડ સામેનો ૪-૧નો વિજય આ હોકી વર્લ્ડ કપનો અપસેટ માનવામાં આવે છે કારણ કે પ્રથમ મેચમાં જર્મની પાકિસ્તાન સામે ૧-૦થી જીતી શક્યું હતુ. જ્યારે નેધરલેન્ડે ૭-૦થી મલેશિયાને કચડયું હતુ. નેધરલેન્ડે ૧૩મી મિનિટે વાલેન્ટીન વેર્ગાના ગોલને સહારે સરસાઈ મેળવી હતી. જોકે ૩૦મી મિનિટે મેથિયસ મુલરે જર્મનીને બરોબરી અપાવી હતી. આ પછી આખરી ક્વાર્ટરની આખરી નવ મિનિટમાં લુકાસ વિન્ડફેડેર, માર્કો મિલ્ટકાઉ અને જેન ક્રિસ્ટોફર રૃહરે ગોલ ફટકારીને જર્મનીને નાટકીય જીત મેળવી હતી.

(5:01 pm IST)