Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

હું 2019નો વર્લ્ડ કપ જરૂર ર્મિસ: રહાણે

નવી દિલ્હી: હાલમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડકપ-૨૦૧૯ માટે યોગ્ય સ્થાન પર યોગ્ય ખેલાડીઓને સ્થાન આપવા માટે અજમાવી રહી છે ત્યારે લાંબા સમયથી વનડે ટીમમાંથી બહાર રહેલા રહાણેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રહાણેએ કહ્યું કે, હું ભલે ટીમમાં નથી પણ વર્લ્ડકપ ૨૦૧૯ જરૃર રમીશ. રહાણેએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા વનડે વર્લ્ડકપમાં રમવા માટે આશ્વત છું, હું શોર્ટર ફોર્મેટ માટે ટીમમાં વાપસીને લઇને પુરેપુરી રીતે તૈયાર છું. હું આગામી વર્લ્કકપ ૨૦૧૯ રમવા માટે આશ્વત છું અને એટલા માટે હું ડૉમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છું, હું બાઉન્સ બેક જરૃર કરીશ. તેને વધુમાં કે મારી ટેકનિકમાં કોઇ ખામી નથી, મને ૩૦-૪૦ રનની ઇનિંગને અડધી સદી કે સદીમાં ફેરવવા માટે કોશિશ કરવી પડશે. ઘણીવાર સારુ રમીએ છીએ પણ પરિણામ નથી મળતું.

(2:44 pm IST)
  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST

  • દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો : 2 દિવસમાં 70 લાખની આવક આજથી લેસર શો શરૂ નવા વર્ષના પ્રથમ દિવસે 20 હજાર પ્રવાસીઓના આગમનનું અનુમાન. આજે 4 વાગ્યા સુધીમાં 16,036 પ્રવાસીઓ નોંધાયા. પ્રવાસીઓના ઘસારાને ધ્યાને રાખી 5 વાગ્યે ટિકીટ કાઉન્ટર કરાયું બંધ. દિવાળીના દિવસે 11,219 પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત. નિગમને છેલ્લા 2 દિવસમાં 70 લાખથી વધુની થઇ આવક. પ્રવાસીઓ માટે બસની સુવિધા પણ પડી ઓછી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજથી લેસર શો કરાયો શરૂ. આજે 6.30 થી 8 વાગ્યા સુધી યોજાશે લેસર શો. access_time 6:42 pm IST