Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ઉજવણીનો નહિં, ટોકયો માટેની તૈયારીનો સમય

યુથ ઓલિમ્પિકસમાં ગોલ્ડ જીતનાર યુવા વેઈટ લિફટર જેરેમી લાલરીનુંગાએ કહ્યું...

યુથ ઓલિમ્પિકસમાં ભારત વતી પહેલો ગોલ્ડ મેડલ જીતનાર ૧૫ વર્ષના જેરેમી લાલરિનુંગાનો ટાર્ગેટ હવે દુનિયાનો સૌથી મોટો રમતોત્સવ ઓલિમ્પિકસ છે, જે ૨૦૨૦માં ટોકયોમાં યોજાશે. મિઝોરમના આ ટીનેજરને ભારતના રમતગમતના ભવિષ્યનો સુપરસ્ટાર માનવામાં આવે છે.

સોમવારે આ વેઇટલિફ્ટરે ૬૨ કિલો કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પર્ફોર્મ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કહ્યું હતું કે હું ગોલ્ડ મેડલ જીતીને ખરેખર આનંદ અનુભવું છું. હું પટિયાલા ૨૧ ઓકટોબરે પાછો ફરીશ. હવે મારો ટાર્ગેટ ૨૦૨૮ટોકયો ઓલિમ્પિકસ છે, હું આ ઇવેન્ટ માટે તનતોડ મહેનત કરીશ. ઓલિમ્પિકસ માટે મારે વેઇટ કેટેગરી વધારીને ૬૭ કિલો કરવી પડશે એટલા માટે હું વધુ મહેનત કરીશ. જયારે મારા ગામમાં વેઇટલિફ્ટિંગની નવી એકેડેમી ખૂલી તો હું તરત જ એમાં જોડાઈ ગયો અને ત્યાર સુધી વેઇટલિસ્ટિંગ મારો પહેલો પ્રેમ થઈ ગયો. આ એવી રમત છે જેમાં ખેલાડીની તાકાતની ટેસ્ટ લેવાય છે. ર૬ ઓકટોબરે જીવનનાં ૧૬ વર્ષ પૂરાં કરનાર જેરેમી આ પહેલાં યુથ એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો હતો.

(4:01 pm IST)