Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ખરાબ બેટિંગ ફોર્મને કારણે ધોની ઘરેલુ ક્રિકેટમાં રમે તેવી શક્યતા

નવી દિલ્હી :વર્ષ 2004માં પોતાની આંતરરાષ્ટ્રીય કરિયર શરૂ કર્યા બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બહુ જ ઓછી વાર પોતાના રાજ્ય ઝારખંડ તરફથી ઘરેલુ ક્રિકેટ રમ્યો છે. હવે એવી શક્યતા છે કે તે 14 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટના નોકઆઉટ રાઉન્ડમાં રમી શકે છે. હાલ ઝારખંડ ગ્રૂપ-સીમાં ટોચ પર છે અને આજે 11 ઓક્ટોબરે પોતાની અંતિમ ગ્રૂપ મેચ સર્વિસીઝ સામે રમશે.

(3:23 pm IST)