Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સાયના નેહવાલ લગ્નના બંધને બંધાશે : ડિસેમ્બરમાં બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપ સાથે પરણશે

ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ લગ્નનાં બંધનમાં બંધાવા જઇ રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર 28 વર્ષિય સાઇના નેહવાલ ડિસેમ્બર 2018માં બેડમિન્ટન ખેલાડી પી. કશ્યપ સાથે લગ્ન કરશે. એક રીપોર્ટ અનુસાર 16 ડિસેમ્બરનાં રોજ સાઇના નેહવાલ લગ્ન કરશે. રીપોર્ટ અનુસાર સાઇના નેહવાલ પોતાના લગ્નમાં નજીકનાં લોકોને બોલાવશે. જો કે સૂત્રો અનુસાર 21 ડિસેમ્બરનાં રોજ એક મોટી રિસેપ્શન પાર્ટી યોજવામાં આવશે જેમાં જાણીતી હસ્તિઓ ઉપસ્થિત રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે સાઇના નેહવાલ અને કશ્યપનાં પ્રેમની ખબરો ઘણો વર્ષોથી ચાલી રહી છે. જો કે બંનેએ પોતાના સંબંધને લઇને પુષ્ટિ કરી નથી અને ના તો પોતાના સંબંધને લઇને ના કહી છે. હાલમાં સાઇના અે કોરિયામાં અોપનમાં રમતમાં વ્યસ્ત છે.

(1:11 pm IST)