Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ઇંગ્લેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ ઘોષિત

ટીમમાં ઋષભ પંતને પ્રથમ વખત સામેલ કરાયો : બીસીસીઆઈ દ્વારા ટીમની જાહેરાત : ભુવનેશ્વર આઉટ

નવીદિલ્હી,તા. ૧૮ : ઇંગ્લેન્ડની સામે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆતની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત આજે કરવામાં આવી હતી. બીસીસીઆઈએ આજે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચો માટે ટીમ જાહેર કરી હતી. ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઇંગ્લેન્ડની સામે મંગળવારના દિવસે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ઇજાગ્રસ્ત હોવાના કારણે ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને તક આપવામાં આવી નથી. ટીમમાં બે બે વિકેટ કીપર રાખવામાં આવ્યા છે. દિનેશ કાર્તિકની સાથે ઋષભ પંતને પણ તક આપવામાં આવી છે. પ્રથમ વખત ઋષભ પંતને તક આપવામાં આવી છે. ઇંગ્લેન્ડની સામે મંગળવારની છેલ્લી વનડે મેચમાં સારી બેટિંગ કરનાર ઝડપી બોલર શાર્દુલને પણ જગ્યા આપવામાં આવી છે. ૨૬ વર્ષનો આ યુવા ખેલાડી પ્રથમ વખત ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બુમરાહ ટીમની સાથે બીજી ટેસ્ટ મેચથી જોડાશે. તે હાલ ઇજાગ્રસ્ત છે. વનડે ટીમમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેનાર ઝડપી બોલર મોહમ્મદ સામી ટેસ્ટ ટીમમાં સામેલ કરાયો છે. યોયો ટેસ્ટ પાસ કરવામાં સમી સફળ રહ્યો છે. બીસીસીઆઈનું કહેવું છે કે, ભુવનેશ્વરની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. તે અંગે ટૂંકમાં જ નિર્ણય કરાશે. અજન્કિયા રહાણે વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકામાં રહેશે. હાલમાં જ પુરી થયેલી ત્રણ વનડે મેચોન શ્રેણીમાં ઇંગ્લેન્ડે ૨-૧થી જીત મેળવી હતી તે પહેલા ત્રણ મેચોની ટ્વેન્ટી શ્રેણીમાં ભારતે ૨-૧થી જીત મેળવી હતી. આ ઉપરાંત આયર્લેન્ડ સામે રમાયેલી બંને મેચો પણ ભારતે જીતી હતી. લાંબા ગાળા બાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઇ રહી છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલી અને અન્ય આધારભૂત બેટ્સમેનોને નવા રેકોર્ડ સર્જવાની તક રહેશે. પ્રથમ ત્રણ ટેસ્ટ મેચો માટે ટીમ જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

કોહલી (કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પુજારા, રહાણે, કરુણ નાયર, દિનેશ કાર્તિક, ઋષભ પંત, અશ્વિન, જાડેજા, કુલદીપ, હાર્દિક પંડ્યા, ઇશાંત શર્મા, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, જસપ્રિત બુમરાહ, શાર્દુલ ઠાકુર

ભારત-ઇંગ્લેન્ડ શ્રેણી.....

        નવી દિલ્હી, તા. ૧૮ : ઇંગ્લેન્ડની સામે પહેલી ઓગસ્ટથી શરૂ થઇ રહેલી પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની શરૂઆતની ત્રણ ટેસ્ટ મેચો માટે ભારતીય ટીમની જાહેરાત આજે કરવામાં આવી હતી. બીસીસીઆઈએ આજે પ્રથમ ત્રણ ટેસ્ટ મેચો માટે ટીમ જાહેર કરી હતી. ૧૮ સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટ મેચોનો કાર્યક્રમ નીચે મુજબ છે.

*   પહેલી ઓગસ્ટના દિવસે બર્મિંગ્હામમાં પ્રથમ ટેસ્ટ

*   ૯મી ઓગસ્ટના દિવસે લંડનમાં બીજી ટેસ્ટ

*   ૧૮મી ઓગસ્ટથી નોટિંગ્હામમાં ત્રીજી ટેસ્ટ

*   ૩૦મી ઓગસ્ટથી સાઉથમ્પટમાં ચોથી ટેસ્ટ

*   ૭મી સપ્ટેમ્બરથી લંડનમાં પાંચમી ટેસ્ટ

(7:17 pm IST)