Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ફિફા વિશ્વકપની ફાઇનલ મેચમાં સ્ટેડિયમમાં હાજર રહેશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોચે આ અંગેની જાણકારી આપી હતી. પેસ્કોચે પત્રકારોને જણાવ્યું કે રાષ્ટ્રપતિએ જો રશિયાની મેચ સ્ટેડિયમમાં ના નિહાળી હોય તો એનો અર્થ એવો નથી થતો કે તેમણે રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓનું સમર્થન નહીં કર્યું હોય.ફિફાના ટોચના અધિકારીઓએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની મુલાકાત લઈને તેમણે ફાઇનલ મેચ નિહાળવાનું આમંત્રણ આપવા ઉપરાંત તેમના નામની ૧૧ નંબરની જરસી પણ અર્પણ કરી હતી. પ્રવક્તાએ વધુમાં કહ્યું, ”પુતિન નિયમિત રીતે રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ સ્તાનિસ્લાવ ચેરશેસોવના સંપર્કમાં હતા.”રશિયાની ટીમ વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં ક્રોએશિયા સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારી ગઈ હતી. વિશ્વકપની ફાઇનલ મેચ ૧૫ જુલાઈએ મોસ્કોરમાં રમાવાની છે.

(5:12 pm IST)
  • અમદાવાદમાં અષાઢી બીજ રથયાત્રા પહેલા કોમીએકતાના દર્શન મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંતને ચાંદીનો રથ અર્પણ અમદાવાદ અમદાવાદમાં શનિવારે અષાઢી બીજ પર્વ નિમિત્તે જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળશે જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે અને દર્શન-પૂજન નો લાભ લેશે આ રથયાત્રા અગાઉ આજે જમાલપુર દરવાજાના મુસ્લિમ સમાજ દ્વારા જગન્નાથ મંદિરના મહંત પૂજ્ય દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ અર્પણ કરીને કોમી એકતાના દર્શન કરાવ્યા હતા access_time 5:06 pm IST

  • ગુજરાત ફી રેગ્યુલેસન અંગેની રીટ પિટિશન સુપ્રીમ કોર્ટ કાલે સાંભળશે access_time 10:38 pm IST

  • પાકિસ્તાનના પેશાવરમાં યોજાયેલી ચૂંટણી સભામાં આત્મઘાતી હુમલો: અવામી નેશનલ પાર્ટીના નેતા હારુન બીલ્લોર સહીત 14 લોકોના મોત: 65 નાગરિકો ઈજાગ્રસ્ત access_time 12:02 pm IST