Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કોહલીએ ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ: સૌરભ ગાંગુલી

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે આવતી કાલે શરૃ થનારી વન-ડે સિરીઝમાં વિરાટ કોહલીએ ચોથા નંબરે જ બૅટિંગ કરવી જોઈએ, કારણકે એમ કરીને વિરાટ પોતાની ટીમની બૅટિંગ-હરોળને વધુ મજબૂતી પૂરી પાડી શકશે. 

ગયા વર્ષે શ્રીલંકા ખાતેના પ્રવાસથી માંડીને અત્યાર સુધીમાં ભારતીય ટીમે ચોથા નંબર પર છ બૅટ્સમેનોને અજમાવ્યા છે જેમાં લોકેશ રાહુલ, કેદાર જાધવ, મનીષ પાંડે, હાર્દિક પંડયા, દિનેશ કાર્તિક અને અજિંક્ય રહાણેનો સમાવેશ છે. જોકે, ગાંગુલીનું એવું માનવું છે કે 'કોહલીએ ચોથા નંબરે જ રમવું જોઈએ. ઇંગ્લૅન્ડ સામે ૨-૧થી જીતેલી ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ ભારતની બૅટિંગ લાઇન-અપ વ્યસ્થિત બની હતી. રાહુલને ત્રીજા નંબરે મોકલવામાં આવતો હતો અને ખુદ વિરાટ ચોથા નંબરે જતો હતો. એવું હવે વન-ડે ફોર્મેટમાં પણ રહેવું જોઈએ.' ગાંગુલીના મતે ઇંગ્લિશ ટીમનું બોલિંગ જોઈએ એવી આગઝરતી નથી એનો ભારતને ફાયદો થશે. 

(5:13 pm IST)
  • નૌસેના વોર રૂમ લીકકાંડ મામલે નિવૃત કેપ્ટ્ન સલામસિંહ રાઠોડને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી દિલ્હીની અદાલત :અદાલતે કહ્યું કે રાઠોડ કોઈપણ પ્રકારની નરમીને હક્કદાર નથી કારણ કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગુન્હો કર્યો છે access_time 1:18 am IST

  • મુંબઈના પલધરના વસઈમાં ભારે વરસાદ બાદ મકાનોમાં પાણી ઘુસ્યા :દોઢસોથી વધારે મકાનોના ચારસો જેટલા લોકો અસરગ્રસ્ત :મકાન ખાલી કરીને સુરક્ષિત સ્થાને જવાનો ઈન્કાર કર્યો access_time 11:09 pm IST

  • ખેડા જીલ્લાના ગળતેશ્વર પાસેના રસુલપુર નજીક માહી કેનાલના બ્રીજના પીલરનું ભારે વરસાદના કારણે ધોવાણઃ વરસાદના પાણી ફરી વળ્યાઃ માહી કેનાલના અધિકારીઓ દ્વારા પીલરની ચારે બાજુ સેફટી ઉભી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે access_time 5:05 pm IST