Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

બ્રાઝિલના ફૂટબોલરો પર ફેન્સે ફેક્યાં પથ્થર અને ઈંડા

નવી દિલ્હી: પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકેલા બ્રાઝિલની સુપરસ્ટાર ટીમ રશિયામાં ચાલી રહેલા ૨૧માં વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર ફેંકાઈ હતી. સ્વદેશ પરત ફરેલા બ્રાઝિલના ફૂટબોલરોને ચાહકોના રોષના ભોગ બનવું પડયું હતુ. સોશિયલ મીડિયામાં વાઈરલ બનેલા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાષ્ટ્રીય ફૂટબોલ ટીમની બસને બ્રાઝિલના ચાહકો રોડ પર ઘેરી લે છે અને તેના તરફ પથ્થર અને ઈંડા ફેંકે છે. સોશિયલ મીડિયા પર વિડિયોની સાથે લખવામાં આવ્યું હતુ કે, બ્રાઝિલની ટીમ બસને ઘરઆંગણે ભારે ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત બ્રાઝિલના ફૂટબોલરોના અને ખાસ કરીને નેમારના ડાઈવિંગના નાટકની ઉગ્ર ટીકા પણ કરવામાં આવી હતી. ટીમ બસને ટાર્ગેટ કરીને પથ્થર મારતાં ચાહકોને અટકાવવા માટે ખેલાડીની સિક્યોરીટીની જવાબદારી સંભાળી રહેલી પોલીસને ગોળીબાર કરવો પડયો હતો. બ્રાઝિલે સ્વિત્ઝર્લેન્ડ સામેની મેચ -૧થી ડ્રો કરી હતી, જે પછી તેમણે કોસ્ટા રિકાને આખરી મિનિટોમાં બે ગોલ ફટકારીને જીત અપાવી હતી. જ્યારે સર્બિયા સામે -૦થી તેમજ રાઉન્ડ ઓફ ૧૬માં મેક્સિકો સામે -૦થી જીત મેળવી હતી. જોકે બેલ્જીયમ સામે તેઓ -૨થી હારીને બહાર ફેંકાયા હતા.

(4:47 pm IST)