Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

આવતીકાલથી ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ ૩-૦થી ભારત જીતે તો બનશે નંબર વન ટીમ

ગુરૂવારથી શરૂ કરીને એક મહિના સુધી ૧૦ ટીમો વચ્ચે જોવા મળશે આઈસીસી રેન્કીંગમાં પોઈન્ટ સુધારવા માટેની દોડ

આવતીકાલથી શરૂ થનારી ત્રણે મેચોની વન-ડે સિરીઝમાં ભારત ઈંગ્લેન્ડને ૩-૦થી હરાવી દે તો આઈસીસી વન-ડે રેન્કીંગમાં નંબર વન સ્થાન પર પહોંચી શકે છે. ઈંગ્લેન્ડ અને ભારત હાલમાં રેન્કીંગમાં પહેલા તથા બીજા ક્રમાંક પર છે. ગુરૂવારથી નોટીંગહેમમાં આ બંને દેશો વચ્ચે પહેલી વન-ડે રમાશે.

દરમિયાન ૧૦ ટીમો વચ્ચે ચાર ખંડમાં લગભગ એક મહિના સુધી વન-ડે રમાશે. ભારતે ટી-૨૦ સિરીઝમાં ઈંગ્લેન્ડને ૨-૧થી હરાવ્યુ હતું. ઈંગ્લેન્ડની ટીમ બીજી મેએ અપડેટ થયેલા આઈસીસી રેન્કીંગ મુજબ પ્રથમ ક્રમાંકે પહોંચી હતી, પરંતુ ભારત આ ક્રમાંક પાછો મેળવવા માટે આતુર છે. એ માટે એણે ઈંગ્લેન્ડને ૩-૦થી હરાવવુ પડશે. બીજી તરફ ઈંગ્લેન્ડ જો ૩-૦થી જીતી જાય તો એ ટોચ પર ૧૦ પોઈન્ટ આગળ વધી જશે.

(3:48 pm IST)