Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

ફીફા કપ : ઇનામનો વરસાદ રહેશે, વિજેતાને ૨૨૫ કરોડ

તમામ ટીમોને તૈયારી ફી તરીકે ૧૫ લાખ ડોલર : રનર્સ અપને ૧૯૪.૪ કરોડ રૂપિયાની જંગી રકમ મળશે

મોસ્કો,તા. ૧૩ : ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે ત્યારે ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ઇનામોનો વરસાદ ખેલાડી અને ટીમ પર થનાર છે. ૧૫મી જુલાઇના દિવસે મોસ્કોના લુજનિકી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાનાર છે. ફીફાના આંકડા દર્શાવે છે કે વિશ્વ કપ ફુટબોલની કુલ ઇનામી રકમ પૈકી ૪૦ કરોડ ડોલરની રકમ ટીમોને તેમના દેખાવના આધાર પર આપવામાં આવનાર છે. જ્યારે ૩૯ કરોડજ ૧૦ લાખ ડોલરની રકમ ખેલાડીઓની ક્લબને જુદી જુદી યોજના હેઠળ આપી દેવામાં આવનાર છે. ફીફા વર્લ્ડ કપમાં રનર્સ અપ રહેનાર ટીમને ૯૦ લાખ ડોલર અથવા તો ૧૯૪.૪ કરોડ રૂપિયા અને ત્રીજા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૪૦ લાખ ડોલર અથવા તો ૧૬૦.૧ કરોડ રૂપિયા આપવામા ંઆવનાર છે. ફીફાના ક્લ લાભાર્થે કાર્યક્રમ હેઠળ ૨૦ કરોડ નવ લાખ ડોલર એવી ક્લબને આપવામાં આવનાર છે જે ક્લબ દ્વારા વિશ્વ કપમાં ભાગ લેવા માટે પોતાના ખેલાડીઓને રજા આપી છે. બીજી ૧૩ કરોડ ૪૦ લાખ ડોલરની રકમ ક્લબ સુરક્ષા કાર્યક્રમ હેઠળ આપવામા ંઆવનાર છે. જેમાં વિશ્વ કપ દરમિયાન ઘાયલ થયેલા ખેલાડીના કારણે થનાર નુકસાનની ભરપાઇ કરવામા ંઆવનાર છે. ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલી તમામ ટીમોને તૈયારીની ફી તરીકે ૧૫-૧૫ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાંથી બહાર થનાર ટીમને ૮૦ લાખ ડોલર અને અંતિમ ૧૬થી બહાર થનાર ટીમને એક કરોડ ૨૦ લાખ ડોલરની રકમ આપવામા ંઆવનાર છે. ક્વાર્ટર ફાઇનલમાં હારી જનાર ટીમને એક કરોડ ૬૦ લાખ ડોલરની રકમ આપવામાં આવનાર છે. ચોથા સ્થાને રહેનાર ટીમને બે કરોડ ૨૦ લાખ ડોલરની રકમ આપવામા ંઆવનાર છે. ફુટબોલના મહાકુંભ વિશ્વ કપથી આ ખેલની નિયામક સંસ્થા ફિફાને કુલ ૪.૩૩ અબજ ડોલરની મહાકાય આવક થનાર છે. આ કમાણીનો જંગી હિસ્સો ફિફાને એવોર્ડ અએને પ્રોત્સાહન રકમ તરીકે આપવાની જરૂર રહેશે.  ૧૪મી જુનના દિવસથી ફીફા વર્લ્ડ કપની શરૂઆત થઇ રહી છે. બીજી બાજુ ફોરવર્ડ ખેલાડી મોહમ્મદ સલાહના નેતૃત્વમાં ઇજિપ્તની ટીમ ફીફા વિશ્વ કપમાં ાગ લેવા માટે રવાના થતા પહેલા પ્રમુખ અદેલ ફતહ અલ સીસીને મળવા માટે પહોંચી હતી.

પ્રમુખે ૨૬મી મેના દિવસે યુરોપિયન ચેમ્પિયન લીગની ફાઇનલ મેચમાં ઘાયલ થયેલા સ્ટાર ખેલાડી મોહમ્મદ સલાહની ઇજાને લઇને ચિંતા વ્યક્ત કરી છે. પ્રમુખે મુલાકાત દરમિયાન કહ્યુ હતુ કે વર્લ્ડ કપમાં શિસ્ત અને સારુ વર્તન સૌથી મહત્વપૂર્ણ છે. સીસીએ ફેસુક પર પોતાના સત્તાવાર પેજ પર લખ્યુ છે કે આ ટીમ દેશનુ નામ રોશન કરશે. ૧૪મી જુનથી તેની શરૂઆત થયા બાદ ૧૫મી જુલાઇ સુધી વર્લ્ડ કપ ચાલનાર છે. જર્મનીમાં વર્ષ ૨૦૦૬માં આનુ આયોજન કરવામાં આવ્યા બાદ આ પ્રથમ વર્લ્ડ કપ છે. પૂર્વીય યુરોપમાં પ્રથમ વખત આનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.ફાઇનલ મેચ મોસ્કોમાં લુઝીનિકી સ્ટેડિયમ ખાતે ૧૫મી જુલાઇના દિવસે રમાશે. વર્લ્ડ કપમાં વિજેતા ટીમ સીધી રીતે ૨૦૨૧માં ક્વાલિફાઇંગ કરશે.વર્લ્ડ કપને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છ

ક્રિકેટ વર્લ્ડ કપની રકમ આઠ ગણી ઓછી ......

                    મોસ્કો,તા. ૧૩ : ક્રિકેટ વિશ્વ કપ અને ફુટબોલ વિશ્વ કપની વાત કરવામાં આવે  તો રકમની દ્રષ્ટિએ ક્રિકેટ વિશ્વ કપની રકમ ખુબ ઓછી દેખાય છે. ભારતમાં સૌથી લોકપ્રિય ક્રિકેટના વિશ્વ કપની તુલના કરવામાં આવે તો રકમ કોઇ જગ્યાએ તુલનામાં આવતી નથી. ક્રિકેટ વર્લ્ડ કપની ઇનામી રકમ ફીફા વર્લ્ડ કપ ફુટબોલની રકમ કરતા આઠ ગણી ઓછી રકમ છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યજમાન પદે યોજાયેલા ક્રિકેટ વિશ્વ કપ ૨૦૧૫માં આઇસીસીની કુલ ઇનામી રકમ ૧૦ મિલિયન બે લાખ ૨૫૦૦૦ ડોલર એટલે કે આશરે ૬૮ કરોડ ૫૩ લાખ રૂપિયા હતી જેમાંથી વિજેતાને ૩૯ લાખ ૭૫૦૦૦ ડોલરની રકમ અને રનર્સ અપને ૧૭ લાખ ૫૦૦૦૦ ડોલરની રકમ મળી હતી. આંકડાના આધાર પર બંનેની તુલનામાં બિલકુલ અયોગ્ય છે.

ઇનામી રકમ કોને કેટલી

         મોસ્કો, તા. ૧૩ : વિશ્વભરમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. વિશ્વભરમાં ફુટબોલ ક્રેઝ હવે ચરમસીમા પર છે.ઇનામી રકમની વાત કરવામાં આવે તો ફીફા વર્લ્ડ કપમાં વિજેતા ટીમને ત્રણ કરોડ ૮૦ લાખ ડોલર એટલે કે ૩૮ મિલિયન ડોલરની મહાકાય રકમ મળનાર છે. જે છેલ્લા વર્લ્ડ કપમાં જે રકમ મળી હતી તેના કરતા ૩૦ લાખ ડોલરની રકમ વધારે છે. ઇનામોનો વરસાદ ખેલાડી અને ટીમ પર થનાર છે. ૧૫મી જુલાઇના દિવસે મોસ્કોના લુજનિકી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાનાર છે. ફીફાના આંકડા દર્શાવે છે કે વિશ્વ કપ ફુટબોલની કુલ ઇનામી રકમ પૈકી ૪૦ કરોડ ડોલરની રકમ ટીમોને તેમના દેખાવના આધાર પર આપવામાં આવનાર છે

વર્લ્ડ કપ વિજેતા.......................... ૨૨૫ કરોડ રૂપિયા

રનર્સ અપ .............................. ૧૯૪.૪ કરોડ રૂપિયા

ત્રીજા સ્થાને રહેનાર ટીમ........... ૧૬૦.૧ કરોડ રૂપિયા

સૌથી જંગી ઇનામી રકમ

         મોસ્કો, તા. ૧૩ : વિશ્વભરમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ફીફા વર્લ્ડ કપની આવતીકાલથી શરૂઆત થઇ રહી છે. ફીફા વર્લ્ડ કપની ઇનામી રકમમાં સતત વધારો કરવામાં આવ્યો છે. રશિયામાં ઇનામી રકમ ખુબ જંગી રાખવામાં આવી છે. છેલ્લા કેટલાક ફીફા વર્લ્ડ કપની ઇનામી રકમ નીચે મુજબ છે.

૨૦૧૮.................................... ૭૯૧ મિલિયન ડોલર

૨૦૧૪.................................. ૫૭૬  મિલિયન ડોલર

૨૦૧૦.................................... ૪૨૦ મિલિયન ડોલર

૧૯૮૨...................................... ૨૦ મિલિયન ડોલર

૧૯૮૬...................................... ૨૬ મિલિયન ડોલર

૧૯૯૪...................................... ૫૪ મિલિયન ડોલર

૧૯૯૮.................................... ૧૦૩ મિલિયન ડોલર

૨૦૦૨.................................... ૧૫૬ મિલિયન ડોલર

૨૦૦૬.................................... ૨૬૬ મિલિયન ડોલર

(12:17 pm IST)